ઈંગ્લેન્ડ અને વેલ્સમાં છોકરાઓ માટે મોહમ્મદ સૌથી લોકપ્રિય નામ બની ગયું છે. ઓએનએસ દ્વારા જાહેર કરવામાં આવેલાં ડેટા મુજબ 2023માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 4661 છોકરાઓને મુહમ્મદ નામ આપવામાં આવ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ રીતે, મુહમ્મદે નોહા નામને પાછળ છોડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2022માં સૌથી વધુ 4586 બાળકોનું નામ નોહા હતું.
વર્ષ 2023 માં, 4382 છોકરાઓનું નામ નોહા હતું જ્યારે 4661 છોકરાઓનું નામ મુહમ્મદ હતું. રિપોર્ટ અનુસાર, મોહમ્મદ નામનાં ત્રણ સ્વરૂપો- મુહમ્મદ, મોહમ્મદ અને મોહામ્મદ ટોપ 100 નામોની યાદીમાં સામેલ છે.
- Advertisement -
ઓએનએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુહમ્મદ નામની લોકપ્રિયતા તેનાં ધાર્મિક મહત્વને કારણે છે, કારણ કે તે ઇસ્લામના છેલ્લાં પયગંબરનું નામ છે. જો કે, નોહા નામનો મોટી સંખ્યામાં ઉપયોગ થવાનું મુખ્ય કારણ એ છે કે તેને ઇસ્લામમાં પ્રબોધક માનવામાં આવે છે. યાદીમાં આ નામો આવવાનું કારણ પણ મુસ્લિમ સમુદાયની વધતી સંખ્યા છે. મુહમ્મદ અને નોહા પછી, ઓલિવર છોકરાઓના નામોમાં નંબર વન છે. ઓલિવરે જ્યોર્જને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ પછી લીઓ, આર્થર, લુકા, થિયોડોર અને ઓસ્કર આવ્યાં હતાં.
સતત બીજા વર્ષે, ઓલિવિયા, એમેલિયા અને ઇસ્લા નામ છોકરીઓના નામોમાં ટોચના ત્રણ સ્થાને છે. ઓલિવિયા નામ 2016 થી છોકરીઓમાં ટોચનાં સ્થાને રહ્યું છે. છોકરીઓ માટેનાં 10 સૌથી લોકપ્રિય નામોમાં લીલી, ફ્રીયા, અવા, આઇવી, ફ્લોરેન્સ, વિલો અને ઇસાબેલાનો સમાવેશ થાય છે.