ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
ધ્રાંગધ્રા હાઇવે પર અવર નવાર વિદેશી દારૂ, ગેરકાયદેસર ભંગાર અને પશુઓની હેરફેર થતી ઝડપાય છે ત્યારે મોડી રાત્રે અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ માટે હાઇવે શોર્ટકટ સાબિત થાય છે તેવામાં ધ્રાંગધ્રા માલવણ હાઇવે આવેલી કલ્પના ચોકડી નજીક કેટલાક જીવદયા પ્રેમી બેઠા હોય તે સમયે એક તથા કંપનીની મોટી ગાડી જીજે 12 સી ટી 4126 નબર વહી હળવદ તરફથી અમદાવાદ તરફ જતી હોવાથી તેનો પીછો કરી ઇસદ્રા ગામના પાટિયા નજીક ગાડીને ઊભી રખાવી અંદર તપાસ કરતા
અંદરથી 15 જેટલી ભેંસો અને તેના બચ્ચા અતિ ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં હોવાથી ગાડી ચાલક અને ક્લીનર સાજીદ કાસમભાઈ મધરા, મહમદ અબ્દુલકરીમ નોડે, અલ્તાફ અબ્દુલઅલી સમા, સિધિક અલીમહમદ લાડક, કલાધર કાધર નોડે, તોફીક અબ્દુલભાઈ પઠાણ, ગફાર ખેંગરભાઈ નોડે, સાહિલ દાઉદભાઈ સમેજા સાથે પૂછપરછ કરતાં હોય તે સમય દરમિયાન અન્ય બે ટ્રક જીજે 12 બી ઝેડ 9102 તથા જીજે 12 બી ઝેડ 7239 વાળી નીકળતા આ બંને વાહનોને રોકી તેમાં તપાસ કરતા બંનેમાં પણ આ પ્રકારે ઘાસચારા વગર ભેંસોને અતિ ક્રૂરતા પૂર્વક બાંધી લઇ જવાતી હોવાથી ત્રણેય ગાડી ચાલકો પાસેથી પાસ પરમીટ માંગતા કોઈ પાસે પરમીટ કે દાખલો નહિ હોવાથી પોલીસને સંપર્ક કરી સ્થાનિક તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ કરી ત્રણેય ટ્રકમાં ક્રૂરતા પૂર્વક બાંધેલા ભેંસ નંગ 27 કિંમત 8.10 લાખ રૂપિયા તથા 19 નંગ નાના બચ્ચા કિંમત 57 હજાર રૂપિયા તથા ત્રણ ટ્રક જેની કિંમત 15 લાખ એમ કુલ મળી 23.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી 8 શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિક્રમન મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.