માળીયા નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી પાસે આવેલ માઈક્રોન કંપનીમાંથી મુંબઈના બે શખ્સોએ માલની ખરીદી કરીને બિલના કુલ રૂપિયામાંથી 39 લાખ અને હાથ ઉછીના લીધેલા રોકડા રૂ. 7 લાખ પરત નહીં આપીને મોરબીના વેપારી સાથે 46 લાખથી વધુની છેતરપિંડી આચરતા માળીયા મિંયાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. મોરબીના રવાપર રોડ પર આવેલ વિજયનગરમાં ગાયત્રી ચોક 1માં રહેતા નીલેશભાઈ બચુભાઈ ગડારા એ આરોપી ગુસમહમદખાન ઉર્ફે સજ્જનખાન તથા તાહીર ગુસમહમદખાન રહે. બંને, 398-બી, ગુલાબશાહ એસ્ટેટ, ચોથા માળે, સીએસટી રોડ, કુપ બસ સ્ટોપ પાછળ, મુંબઈવાળા વિરુદ્ધ માળિયા મિંયાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ગત તા. 17-06-2021 થી 01-01-2021 દરમિયાન આરોપીઓએ નિલેશભાઈની મોરબી નેશનલ હાઈવે ભીમસર ચોકડી પાસે આવેલ એરકોન માઈક્રોન્સ પ્રાઈ.લિ. કંપનીમાંથી કુલ રૂ. 1,99,84,049 નો માલ ખરીદીને તેમાંથી આરોપીઓએ રૂ. 39,13,129 નહીં ચુકવી તથા ફરીયાદી પાસેથી હાથ ઉછીના લીધેલા રોકડા રૂ. 7,12,422 પરત નહીં આપી કુલ રૂ. 46,25,551ની નિલેશભાઈ સાથે છેતરપિંડી કરી છે જેથી નિલેશભાઈની ફરિયાદના આધારે માળીયા મિંયાણા પોલીસે મુંબઈના બંને આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વેપારી સાથે મુંબઈના બે શખ્સો દ્વારા 46.25 લાખની છેતરપિંડી
Follow US
Find US on Social Medias