કપાસની પણ 20,000 મણની આવક: જીરૂમાં સતત તેજી, ઊંચામાં 5155 સુધીના ભાવ બોલાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે તા.20ની રાતે 2 કલાક માટે મગફળીની આવક થવા દેવાતા પ્લેટફોર્મ છલકાઈ ગયા હતા. 2 કલાકમાં જ માર્કેટીંગ યાર્ડમાં 45000 મણ મગફળીની આવક થઈ હતી. યાર્ડના સૂત્રોએ કહયું હતું કે, હવે આ માલનો નિકાલ થઈ ગયા બાદ નવી મગફળીને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે. મગફળી ઉપરાંત કપાસ, જીરૂ, સૂકા મરચાની પણ યાર્ડમાં આવકો ચાલુ છે. કપાસમાં ભાવ ઘટી રહ્યા હોવાથી ખેડૂતો માલ વેચવા નિકળ્યા છે.યાર્ડમાં 20,000 મણ કપાસની આવક થઈ હતી. કપાસના ભપાવ 1200થી 1380 સુધીના રહ્યા હતા. જયારે જીરૂમાં ઊંચામાં ભાવ 5551 સુધી ગયા હતા. જીરૂમા ભાવો સુધરી રહ્યા છે જયારે કપાસ અને મગફળીના ભાવમાં ઘસારો જોવા મળી રહ્યો છે. 45000 ગુણી મગફળીની આવક થઈ છે ત્યારે આજે હરાજીમા મગફળી જીણીના ભાવ 1120થી 1251 અને જાડીના ભાવ 1100થી 1380 સુધી રહ્યા હતા.