શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ
ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ભગવાન સોમનાથ મહાદેવને ખાસ શ્રાવણી સોમવાર ને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. ચંદન શિતળતા પ્રદાન કરનારૂૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્ર્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. શ્રાવણના ત્રીજા સોમવારે 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્ર્વર મહાપૂજન, 715 રૂૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવેલ. જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.