કુખ્યાત ઇભલાની ધરપકડ : 84 હજારની રોકડ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સુચના અન્વયે અર્ધો ડઝન દરોડામાં પોલીસે 15 મહિલા તેમજ કુખ્યાત ઈભલા સહીત 44ને ઝડપી લઇ 84,060ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના વિજયનગરમાં થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા પરેશ અમરાભાઈ વાણીયા, ઈમ્તીયાઝ અલાઉદીન અજમેરી, ઉદય ધીરજભાઈ ચાવડા, સુભાષ સુરેશભાઈ સોલંકી, મોહીત મહેશભાઈ સાગઠીયા, નીખીલ જીતેન્દ્રભાઈ પરમાર, જીગ્નેશ બાબુભાઈ પરમાર, અજીત રણજીતભાઈ ગોરાસરા, મનોજ ભલાભાઈ વાણીયા અને દિપક જીતેન્દ્રભાઈ રાઠોડની ધરપકડ કરી તેની પાસેથી 14, 990ની રોકડ સહીતની મતા કબજે કરી હતી. જયારે આજી ડેમ પોલીસે લોઠડાથી પારડી ગામ જવાના રસ્તા પર મકાનમાં દરોડો પાડી રમેશભાઈ સાકરીયા, મહેશ મનસુખભાઈ છાપરા, જયદીપ સોમાભાઈ સાકરીયા, પ્રેમજી વેલજીભાઈ બારૈયા, મુકતાબેન ભગુભાઈ મકવાણા, નીતાબેન કિશોરભાઈ સોલંકી, પુજાબેન ગોહેલ અને જયશ્રીબેન રોહીતભાઈ સાકરીયાની ધરપકડ કરી 13,900ની રોકડ કબજે કરી છે આ ઉરાંત તાલુકા પોલીસે અવધ રેસીડેન્સીમાં દરોડો પાડી જુગાર રમતી ક્રિષ્નાબેન પ્રમોદભાઈ લાડાણી, સેજલબેન જૈમીનભાઈ ચૌહાણ, સેજલબેન જીતેન્દ્રભાઈ મકવાણા, રેખાબેન રમણીકભાઈ કણસાગરા, સેજલબેન પરેશભાઈ ગરાળા, દિક્ષીતાબેન કિશોરભાઈ પટેલ, મેનાબેન બીપીનભાઈ હાંસલીયા, મધુબેન જયંતીભાઈ જયંતીભાઈ હીંગરાજીયા, પુષ્પાબેન નંદલાલ ઉજીયા, મુકતાબેન રવજીભાઈ સાનીપરા અને શોભનાબેન અરવીંદભાઈ પટેલની ઘરપકડ કરી 26,480ની રોકડ કબજે કરી છે આજી ડેમ પોલીસે માંડાડુંગરના ગોકુલ પાર્કમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા રવિ રાયધન રાઠોડ, અમિત રાજેશભાઈ સોમૈયા, તારાસંગ ગુલાબનાથ રાઠોડ, અજય નાગજીભાઈ રાતડીયા અને મનોજ કેશવજી આકોલીયાની ધરપકડ કરી 3,840ની રોકડ કબજે કરી છે તેમજ એલસીબી ઝોન 1ની ટીમે મોરબી રોડ ચામડીયાપરા ખાટકીવાસમાં દરોડો પાડી જુગાર રમતા કુખ્યાત ઈબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઈ કાથરોટીયા, બડે મિયા ઉર્ફે બડાબાપુ રજાકમિયા કાદરી અને આશીફ હારુનભાઈ પરીયટની ધરપકડ કરી 8900ની રોકડ કબજે કરી છે તેમજ યુનીવર્સીટી પોલીસે ધરમનગર સોસાયટીમાં દરોડો પાડી જુગાર રમતા અતુલ નીરવભાઈ નાગરેચા, કિશન ગીરીશ રૂપારેલીયા, વિનોદ પ્રેમજી ચૌહાણ, જીગ્નેશ અનીલ નાગરેચા, હરેશ ધીરુ નાગરેચા, જયંતી જેરામ લાઠીયા અને હાર્દિક ભરત ખગ્રામની ધરપકડ કરી 15,950ની રોકડ કબજે કરી છે.



