બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અપાયું: વડોદરામાં ડામર રોડ પીગળ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં જાણે આકાશમાંથી અગનગોળા વરસતાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં ગરમીનો પારો રોજેરોજ ઊંચો જઈ રહ્યો છે. અત્યારે એ હાલ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. ત્યારે આજે અને આવતીકાલે બે દિવસ કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે તો સૌરાષ્ટ્ર, રાજકોટ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સોમવારે સવારના હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગઈકાલે રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રવિવારે 11 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર શહેર વધુ એકવાર અગનભઠ્ઠી બની ગયું. અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા 10 શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રવિવારે કચ્છમાં આગઝરતી ગરમી પડી હતી. 44.2 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યું હતું. તો અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં 11 શહેરમાં તાપમાન 40ને પાર પહોંચ્યું હતું. વડોદરા શહેરમાં આજે તાપમાન વધીને 41.8 ડિગ્રીએ પહોંચતાં ડામર ઓગળવા લાગ્યો હતો. આકરી ગરમીને કારણે લોકો અકળાયા રહ્યા છે.