સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 228 પશુ સંક્રમિત
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના વધુ 415 કેસ સામે આવ્યા છે. 5 અબોલ જીવોના મોત થયા છે. સૌથી વધુ 228 પશુ જૂનાગઢ જિલ્લામાં સંક્રમિત થયા છે. જામનગર, મોરબી, દ્વારકા જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.
- Advertisement -
રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસના માત્ર 2 કેસ નોંધાયા હતા. 2 પશુનુ રસીકરણ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધી 356717 અબોલ જીવોને રસી મુકવામા આવી છે.
જૂનાગઢ જિલ્લામાં લમ્પીના વધુ 228 પશુ સંક્રમિત થયા છે. 1 અબોલ જીવનુ મોત થયુ છે. 96 પશુનુ રસી મુકવામા આવી હતી.અમરેલી જિલ્લામાં આજે લમ્પીના વધુ 87 કેસ સામે આવ્યા છે. 3 અબોલ જીવોના મોત થયા છે. અત્યાર સુધીમા 141 પશુના મોત નિપજયા છે.પોરબંદર જિલ્લામાં આજે વધુ 31 કેસ નોંધાયા છે. 1 અબોલ જીવનુ મોત થયુ છે.ગીર સોમનાથ જિલ્લામાં 67 કેસ થયા છે. 866 પશુનુ રસી મુકવામા આવી હતી. મોરબી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. આજે 675 પશુનુ રસીકરણ કરવામાં આવ્યુ હતુ. જામનગર અને દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસનો એકપણ કેસ નોંધાયો નથી.