રાજકોટ મનપાનું દબાણ હટાવ ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે અને તેના ભાગરૂપે શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે જ્યુબેલી મવડી બ્રિજ નીચે રેલ્વે લાઈન, આનંદ બંગલા ચોક, રામનાથ પરા, કરણપાર્ક, રૈયા રોડ, નંદનવન પાર્ક, રવિવારી આજી ડેમ, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 41 રેકડી- કેબીન જપ્ત કરવામાં આવી હતી.
150 ફુટ રોડ, કાલાવાડ રોડ, નાણાવટી ચોક, ભીમનગર રોડ, યુનિ.રોડ,કોઠારીયા રોડ,ધરાર માર્કેટ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદી જુદી અન્ય 526 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જામનગર રોડ, લક્ષ્મીનગર, જ્યુબેલી, યુનિ.રોડ, કોટેચા ચોકથી આકાશવાણી ચોક સુધી, ધરાર માર્કેટ, કેસરી પુલ, પારેવડી ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી 2027 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવી હતી. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ , યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામિનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી 2.23 લાખ મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.