કમળાના 4, ટાઇફોડના 2, ઝેરી મેલેરિયા 1, ડેન્ગ્યૂના 2
અને ચિકનગુનિયાનો એક કેસ તંત્રના ધ્યાને આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીમાં પણ લોકોને વિવિધ રોગોમાં સપડાઇ રહ્યા છે. જેની અસર આરોગ્ય પર પડતા જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં તા. 1 થી 31 માર્ચ-2025 સુધીમાં ઝાડાના 401, શરદી-ઉધરસના 315, ડેન્ગ્યૂના 2, ચિકનગુનિયાના 1 અને ઝેરી મેલેરીયાનો 1, કમળાના 4 તેમજ ટાઇફોડના 2 કેસ ધ્યાને આવ્યા હતા. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદા સહિતના પાણીના કારણે પણ મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવો વધી રહ્યો છે. પરંતુ હાલ લોકો વિવિધ રોગચાળાનો ભોગ બની રહ્યા છે. અને આથી જ ઠેર ઠેર માંદગીની ફરિયાદો ઉઠી છે. અને વાઇરલ ઇન્કેફકેશન સહિતના અનેક રોગોમાં લોકો સપડાઇ રહ્યા છે.
- Advertisement -
પરિણામે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 1 થી 31 માર્ચ સુધીમાં કુલ ઓપીડી 1,20,524ની નોંધાઇ હતી. જેમાં ઝાડાના 401, શરદી-ઉધરસના 315 તેમજ કમળાના 4,ટાઇફોડના બે કેસ નોંધાયા હતા. જ્યારે મેલેડીયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના કેસો માટે કુલ 42,365 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 2 સાદા તેમજ 1 ઝેરી મેલેરીયા ધ્યાને આવ્યો હતો.
આ ઉપરાંત 31 લોકોના લોહીના સેમ્પલો લેતા તેમાંતી 2 પોઝિટીવ ડેન્ગ્યૂ તેમજ 9 લોકોના લોહીના નમૂનામાંથી 1 ચિકનગુનિયા પોઝિટીવ આવ્યો હતો. જિલ્લામાં રોગચાળો વધુ ન ફેલાય તે માટે સીડીએચઓ ડો. બી.જી.ગોહિલ, ડીએમઓ ડો.જયેશભાઈ રાઠોડના માર્ગદર્શન નીચે 650 સર્વેલન્સ તેમજ 20 વેકટરની ટીમ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરાયો હતો. આરોગ્ય ટીમો દ્વારા લોકોને ક્લોરીન ટેબલેટો સહિતનું વિતરણ કરાયુ હતુ.
લૂ લાગવા બાબતે 20 હજાર પત્રિકાનું વિતરણ કરાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો લુ લાગવાના રોગમાં ન સપડાઇ તે માટે આરોગ્ય તંત્ર દ્વારા લુ લાગવાના લક્ષણો કેવી રીતે ઓળખી શકાય. કઇ કઇ બાબતોની સાવચેતી રાખવી. જો લક્ષણો જણાય તો શુ કરવુ વગેરે માર્ગદર્શન આપતી પત્રિકાઓનું લોકજાગૃતિ માટે વિતરણ કરાયુ હતુ. ત્યારે આવી 20,000 જેટલી પત્રિકાઓ લોકોને આપવામાં આવી હતી.


