ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ખાસ-ખબરના એમ.ડી. પરેશ ડોડીયા, મનપાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સાંજ સમાચારના એમ.ડી. અંકુરભાઈ શાહ, ખાસ-ખબર ડિરેક્ટર અમિત માખેચા, રજપૂત સમાજ અગ્રણી ચંદુભા પરમાર સહિતનાઓની ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની રંગીલી જનતાએ નિરાલી રીસોર્ટસમાં શ્રી રાજ રાજેશ્ર્વરી-કર્ણાવતી ગૃપ ઓફ ઈવેન્ટ દ્વારા યોજાયેલા વેલકમ નવરાત્રી મહોત્સવમાં 4 હજાર ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી. કાલાવડ રોડ પર નિરાલી રિસોર્ટ ખાતે યોજાયેલા વેલકમ નવરાત્રીમાં સૌરાષ્ટ્રના દાંડિયા કિંગ સિંગર છલડો ફેમ રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડ,મૃદુલ ધોષે પોતાના સુરીલા અવાજમાં ખેલૈયાઓને મન મૂકી ગરબે ઘૂમવા મજબુર કર્યા હતા. જ્યારે એન્કર તરીકે તેજસ શીશાંગીયા, ઓરકેસ્ટ્રા હિતેશ ઢાંકેચા અને સાથી ટીમ ખેલૈયાઓને ડોલાવ્યા હતા. આયોજકો દ્વારા પણ સુરક્ષા જેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી ઝીણવટ ભરી કાળજી રાખી ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે તે મુજબનું આયોજન કર્યું હતું. આ ટીમ દ્વારા સતત 12માં વર્ષે વેલકમ નવરાત્રીનું જાજરમાન આયોજન કર્યું હતું. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ખાસ-ખબરના એમ.ડી. પરેશ ડોડીયા, મનપાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સાંજ સમાચારના એમ.ડી. અંકુરભાઈ શાહ, ખાસ-ખબર ડિરેક્ટર અમિત માખેચા, રજપૂત સમાજ અગ્રણી ચંદુભા પરમાર સહિતનાઓની ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમના અંતમાં પ્રિન્સ, પ્રિન્સેસને લાખેલા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.
ગરબા પહેલા ગરબા એટલે વેલકમ નવરાત્રિ અને ગરબા પછી ગરબા એટલે બાયબાય નવરાત્રિ. જી હા…આ છે રાજકોટની ઓળખ. રાજકોટ શહેરની રંગીલી જનતા દરેક તહેવારને રંગેચંગે ઉજવતી હોય છે. એમાં પણ ગરબા એટલે રાજકોટ વાસીઓનો પ્રિય તહેવાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રી પહેલા અને બાદ થતા વનડે ડિસ્કો દાંડિયાના આયોજનથી ન માત્ર મનોરંજન પરંતુ સાથે ખેલૈયાઓને પ્રેક્ટિસ અને અનેક લોકોને રોજગારી પણ આપે છે. જેમાં સિંગર, સાથે ઓર્કેસ્ટ્રા ટીમ, ડેકોરેશન, મંડપ, લાઇટિંગ, સાઉન્ડ, બાઉન્સરો, અલગ અલગ ફાસ્ટફૂડ કેન્ટીન ધરાવતા લોકો સહિત અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. વેલકમ રાસોત્સવના જાજરમાન આયોજનને સફળ બનાવવા હિતેષ દોશી, અશ્ર્વિન ભુવા, ધૈર્ય પારેખ, અહેમદ સાંધ, વિજય સિંઘવ, સતીષ પટેલ, વિશાલ વસા, હેમલ કામદાર, સંજય ઝાલા, નિખીલ ગોહેલ વગેરે જહેમત ઉઠાવી હતી.