ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા બાદ બિહારી બાબુના નામે પ્રસિદ્ધ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ચાર જૂનની રાહ જુઓ. I.N.D.I.A ગઠબંધન સત્તામાં આવશે અને એ પણ ઐતિહાસિક જીત સાથે. બોલિવૂડના શોટગન તરીકે પ્રખ્યાત અભિનેતાએ વડાપ્રધાન મોદી વિશે બોલતાં કહ્યું કે વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન, સાધના મીડિયા અને મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરવામાં આવી હતી.
- Advertisement -
તેમણે કહ્યું કે સાધના કરવામાં વડાપ્રધાન મોદીએ વિલંબ કરી દીધો છે. હવે તેમની વિદાય નક્કી છે. પટણા સાહિબ લોકસભા ક્ષેત્રમાં કદમકુઆં ખાતે આવેલી સંત સેવરીન હાઈસ્કૂલમાં તેમણે તેમના પુત્ર લવ કુમાર સિન્હા સાથે મતદાન કર્યું હતું. સિન્હાએ કહ્યું કે ભાજપના 400 પારના દાવાની પોલ ખુલી જશે. પ.બંગાળમાં ટીએમસી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધનના સભ્યોએ સરકાર બનાવવાના સપના ન જોવા જોઇએ. દેશના ખેડૂતો, વ્યવસાયી સહિત દરેક વર્ગના લોકો ઇચ્છે છે કે મોદી ફરીવાર વડાપ્રધાન બને. ભારતનો વિકાસદર ઝડપથી આગળ વધી રહ્યો છે.
શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે લોકો હવે ભાજપથી છૂટકારો મેળવવા માંગે છે. જેઓ 400 પાર કરવાના નારા લગાવી રહ્યા છે. એમાં કોઈ સત્ય નથી. વાસ્તવિકતા એ છે કે જઈ/જઝ પરિવાર હોય કે અન્ય કોઈ પરિવાર, મહિલાઓ કે વૃદ્ધો મોંઘવારીથી પરેશાન છે. રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો છે. આ બધી બાબતોનો જવાબ મોદી વિરુદ્ધ મુદ્દો છે. વિપક્ષમાં આ મુદ્દો ખૂબ જ પ્રબળ છે. ” ગણતરી 4 જૂને છે. હું કોઈ જ્યોતિષ નથી, પરંતુ હું ચોક્કસ કહી શકું છું કે 4 તારીખે જે પરિણામ આવશે તે ખૂબ જ સારું રહેશે. ખાસ કરીને આપણા સંયુક્ત વિપક્ષનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ હશે. દેશમાં પરિવર્તનની જરૂર છે અને પરિવર્તનની લહેર જોવા મળશે.” પાર્ટી જે પણ નિર્ણય લેશે તે સ્વીકારવામાં આવશે: આ પ્રસંગે લવ સિન્હાએ કહ્યું કે, ગરીબી તેની ચરમસીમા પર છે અને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે તે આકાશને સ્પર્શી રહી છે. દિવસેને દિવસે ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને આ મોંઘવારી મુદ્દે હું વોટ આપવા આવ્યો છું. હું કોંગ્રેસનો નેતા છું. દરેક મત મૂલ્યવાન છે અને પરિવર્તન મતદાનથી જ આવે છે. પક્ષ જે વિચારશે અને નિર્ણય કરશે તે સ્વીકારવામાં આવશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, હું મારી પાર્ટીના નિર્ણયની રાહ જોઉં છું.