પોરબંદરના સરકારી મુદ્દામાલ હેરફેર કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા
ભ્રષ્ટાચારનો ઘૂંઘટ ઉઘડ્યો: “ખાસ ખબર પોરબંદર” ખુલાસા બાદ જઈંઝની માંગ, શું ગુનેગારો બચશે?
નવીબંદર પોલીસ મથકમાંથી અંદાજે 80 લાખ થી 1 કરોડનો સરકારી મુદ્દામાલ ગાયબ..જવાબદાર કોણ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.4
પોરબંદર જિલ્લાના નવીબંદર પોલીસ મથકમાંથી સરકારી મુદ્દામાલની હેરફેરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! “ખાસ ખબર પોરબંદર” ગ્રાઉન્ડ રિપોર્ટે ભ્રષ્ટાચારનો ઊંચક્યો છે, જેમાં 40-50 ચકરડી મશીન ગાયબ થયાનું ખાસ ખબરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ ખુલાસા બાદ જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી (IAS)એ ગઠિત કરેલી હાઈ-લેવલ તપાસ કમિટિએ ગઇકાલે પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. પરંતુ સવાલ એ છે: શું આ રિપોર્ટ જાહેર થશે, કે રાજકીય દબાણમાં દબાઈ જશે?
“ખાસ ખબર” લડતથી તંત્ર હરકતમાં
“ખાસ ખબર પોરબંદર” આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચોંકાવનારી હકીકતો બહાર લાવી:
– અંદાજે 40-50 ચકરડી મશીન ગાયબ, નવી ચકરડી મશીન સામે જુના મશીન મૂકી દેવાતા હોવાનું પણ સામે આવ્યું..!
– પોલીસ મથકની અંદરથી જ આ હેરફેર થઈ, પણ જવાબદાર કોણ?
- Advertisement -
કલેક્ટર ધાનાણીએ તપાસ કમિટિ રચી તેના સભ્યો
સંદીપસિંહ જાદવ (પ્રાંત અધિકારી, પોરબંદર) – અધ્યક્ષ
કિરણ પરમાર (ભૂસ્તરશાસ્ત્રી, ખાણ-ખનીજ વિભાગ) – સભ્ય
મિતેષ મોદી (મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી) – સભ્ય
ખીમાભાઈ મારૂ (ગ્રામ્ય મામલતદાર) – સભ્ય
તપાસ રિપોર્ટમાં ધડાકો: “ખાસ ખબર” સૂત્રોનો દાવો
1. અંદરખાને સંડોવણીના પુરાવા મળ્યા છે.
2. મોટા અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે.
3. રેકોર્ડમાં એક પણ મશીન છોડવાની પરવાનગી નથી, તો આ મશીનો ક્યાં ગયા?
4. રિલીઝ ઓર્ડર કે કોર્ટના આદેશ વિના મશીનો છોડાવવામાં આવ્યા હોવાની શક્યતા!
5. અંદાજે 40 થી 50 મશીનો ગાયબ થયા હોવાની શક્યતાઓ
આ હકીકતો સાચી ઠરે તો પોરબંદરના વહીવટીતંત્ર અને પોલીસ ખાતામાં ભૂકંપ આવશે!
PI સુભાષ ગામેતી અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા
તપાસ કમિટિ જ્યારે પોલીસ મથકે પહોંચી, ત્યારે ઙઈં સુભાષ ગામેતી રજા લઈને બહાર નીકળી ગયા!
શું તેઓ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે?
શું મોટા નામો બચાવવા રજા લેવાઈ?
આ ગેરહાજરી યોગાનુયોગ છે કે ષડયંત્ર?
તેમનું આ રીતે અચાનક રજા ઉપર ઉતરી જવું એ સાબિત કરે છે કે કૌભાંડના તાર ક્યાંક ઊંચે જોડાયેલા છે!
રાજકીય દબાણનો ખેલ: પ્રાંત અધિકારીનું મૌન
“ખાસ ખબર” સૂત્રોનો દાવો છે કે, પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ પર રાજકીય નેતાઓનું ભારે દબાણ છે! તેમણે તપાસના તારણો જાહેર કરવાનો સાફ ઇનકાર કર્યો છે.
શું ભ્રષ્ટાચારીઓને બચાવવાની રમત રમાઈ રહી છે?
શું તપાસમાં મોટા નામો ખુલ્લા પડ્યા છે?
પ્રાંત અધિકારી ઉપર મોટા રાજકીય નેતાઓનું દબાણ
કલેક્ટર ધાનાણી સામે મોટી પરીક્ષા
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી (IAS) કડક અને પારદર્શી વહીવટ માટે જાણીતા છે. હવે તેમની કસોટી છે:
1. રિપોર્ટ જાહેર કરશે કે દબાવી દેશે?
2. ગાયબ મશીનોની શોધ માટે કડક પગલાં લેશે?
3. જવાબદારો સામે કાર્યવાહી થશે?
4. SIT/CID તપાસનો આદેશ આપશે?
જો રિપોર્ટ છુપાવવાનો પ્રયાસ થશે, તો SITની રચનાની માંગ ઉઠશે અને આ મામલો હાઈકોર્ટ સુધી જઈ શકે છે!