પ્રાંત અધિકારીએ ટ્રક ઝડપી લેતા ખનિજ વિભાગના “ગાલ પર તમાચો” જેવો ઘાટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજના ભરપૂર ભંડાર સાથે ખનિજની ચોરી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. જેમાં ખાસ કરીને કોલસો, સફેદ માટી, રેતી સહિતના ખનીજની ખનિજ માફીયાઓ દ્વારા જમીનના પેટાળમાંથી કાઢી કરોડોની કમાણી કરે છે. જેના સામે જિલ્લાનું મુખ્ય ખાણ ખનિજ વિભાગ નિષ્ક્રિયતા ભૂમિકા ભજવી રહી છે આ સાથે ચોટીલા પ્રાંત અધિકારી કોઈપણ કાળે ખનિજ ચોરી અટકાવવાના પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જે અંતર્ગત ચોટીલા પ્રાંત અધિકારી એચ.જે.મકવાણા દ્વારા ગત મોડી સાંજે થાનગઢ પંથકના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર ખનિજ ભરેલા ચાર ટ્રકોને ઝડપી પાડ્યા હતા
- Advertisement -
આ સાથે ખનિજ ભરેલા ટ્રેકની ભલામણ કરવા આવેલા અને પાયલોટિંગ કરતી એક ક્રેટ કાર અને મોબાઇલ સહિત કુલ એક કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે અગાઉ પણ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે ખનિજ ભરેલા ટ્રેકને ઝડપી લીધા હતા પરંતુ ખનિજ ચોરી અટકાવવા જેની મુખ્ય ભૂમિકા માની શકાય તેવા જિલ્લાના ખનિજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે જિલ્લામાં ભૂસ્તરશાસ્ત્રી ઈનચાર્જ અધિકારીને ચાર્જ સોંપતા પછી ખનિજ ચોરીમાં નોંધપાત્ર વધારો થયો હોય તેવું ચોક્કસ કહી શકાય છે. જેથી જાગૃત નાગરિકો અને પ્રય્વર્ણ પ્રેમીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ખનિજ વિભાગના ઇનચાર્જમાં ચોટીલા પ્રાંત અધિકારીને મૂકવામાં આવે તો ખનિજ ચોરી અટકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.