ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
આજરોજ મેંદરડાના લેઉવા પટેલ સમાજ ખાતે મેંદરડાના સમસ્ત જ્ઞાતીના દાતાઓના આર્થીક સહયોગથી ગામ સમસ્ત બટુક ભોજન સમીતી દ્વારા દાયકાઓથી ચાલતી પરંપરા મુજબ મેંદરડાની તમામ નિશાળના નાના બાળકોને 2600 ફુડ પેકેટ તેમજ 4000 હજાર બાળકો અને 450 દાતાઓ અને આમંત્રીત મહેમાનો એ એક પંગતે બેસીને શુધ્ધ ઘી મા બનાવેલ 251 કિલો મોહનથાળના લાડુ, તેમજ ભજીયા, સુકીભાજી, દાળભાત, ચણા તેમજ છાશ સાથે ભોજન લીધું હતું અને સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડાના વિધાર્થીઓ દ્વારા પીરસવામા આવ્યુ હતુ આ બટુક ભોજનની પરંપરાને 75 વર્ષથી પણ વધારે સમયથી ચાલે છે તેમજ સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તમામ બાળકોને જમવાનું પીરસવામાં આવ્યું હતું.
મેંદરડામાં સમસ્ત જ્ઞાતીના દાતાઓના સહયોગથી 4 હજાર બાળકોને ભોજન કરાવ્યું
