જ્યોતિરાદિત્ય સિંધિયા હેમંત બિસ્વા પછી હવે જીતીન પ્રસાદ સચિન પાઇલોટ મિલિંદ દેવરા…? યૌવન વીંઝે પાંખ ને કોંગ્રેસ થઈ રહી છે ખાક!
ખાસ-ખબર સંવાદદાતા
દેશનો સહુથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ યુવા ધન ખોઈ રહ્યો છે અને કોઈ અજીબની બેહોશીમાં સોનિયા અને રાહુલ સહિત કોંગ્રેસમાં કેટલાક લોકો આ 50+ પપ્પુને યુવા નેતા તરીકે પ્રોજેક્ટ કરવા પૂરા ઝનૂનથી કામ કરી રહ્યા છે. અલબત્ત રાહુલ ન તો હવે યુવા છે કે ન તો હવે નેતા છે.જોકે તેમની આ નિરંતર કવાયતથી પાર્ટીની યુવા કેડર હવે કોંગ્રેસથી દૂર જઈ રહી છે.સ્થિતિ આજે એ છે કે 150 વર્ષ જૂના કોંગ્રેસની નેતાગીરી પણ એટલી જ વૃધ્ધ છે. તેમાં છેલ્લે ઉત્તરપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મજબૂત નેતા જીતીન પ્રસાદે કોંગ્રેસ સામે મો મચકોડી ભાજપનો હાથ ઝાલ્યા પછી કોંગ્રેસ યૌવનના જોશ વીનાની પાર્ટી બની ગઈ છે. એક પગ કબરની અંદર રાખી બેઠેલા દિલ્હીના બુઢ્ઢા કોંગ્રેસી નેતાઓ યુવાઓને કાઈ ગણતા જ નથી.
વાસ્તવમાં 2019થી જ તેઓ કોંગ્રેસથી અલિપ્ત થઈ રહ્યા હતા. વૃધ્ધ નેતાઓ પક્ષમાં પોતાનું આધિપત્ય જાળવી રાખવા કેવા કેવા સશક્ત નેતાઓનો ભોગ લે છે તેનું જીતીન પ્રસાદ એક માત્ર ઉદાહરણ નથી. એક વૃધ્ધ બીમાર મહિલાનો પુત્રમોહ પૂરો કરવા જે વ્યક્તિ કેવળ પોતાના બળ પર સરપંચ તરીકેની ચુંટણી પણ જીતી શકે તેમ નથી તેવા અલેલ ટપુ ને રાષ્ટ્રીય સ્તરના પક્ષની બાગડોર સોંપવાનું આ પરિણામ છે.માર્ચ 2020માં કોંગ્રેસને અતી વફાદાર એવા માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાહુલ પ્રિયંકા અને કોંગ્રેસી વૃદ્ધાશ્રમની જોહુકાનીથી ત્રસ્ત થઈ પોતાને વફાદાર ધારાસભ્યો સાથે પક્ષ છોડી મધ્યપ્રદેશ સરકારનું પતન કરાવ્યું હતું. આ જ રીતે 2016માં આસામમાં તરુણ ગોગોઈની આપખુદીથી કંટાળી હેમંત બિસ્વા પક્ષથી મો ફેરવી ગયા હતા.આજે તેઓ આ જ રાજ્યના ભાજપી મુખ્યમંત્રી છે.
આસામમાં તરુણ ગોગોઈ સોનિયા સાથેના પોતાના મજબૂત સંબંધો પર મુસ્તાક રહી પક્ષમાં પોતાની મનમાની કરતા રહ્યા.
રાહુલ રાજ્યમાં હેમંત બિસ્વા જેવા સશક્ત નેતાનો ઉપયોગ કરવાને બદલે પીડી માં જ ઓતપ્રોત રહ્યા અને હેમંત ક્યારે પક્ષ છોડી ગયા તેની કોંગ્રેસને ખબર પણ ના રહી. આ જ દૃશ્યો હવે છેલ્લે જીતીન પ્રસાદ એપિસોડમાં યુપીમાં ભજવાઈ ગયા.મહારાષ્ટ્રમાં મિલિન્દ દેવરા સાથે પણ આ જ થઈ રહ્યું છે. ભીતરની સ્થિતિ ઘણી ખરાબ છે પણ કોંગ્રેસ આ યુવા નેતાની નારાજગી દૂર કરવા કાઈ જ નથી કરી રહી. રાજસ્થાનમાં તો સ્થિતિ આથી પણ વધુ ખરાબ છે..અહી સચિન પાઇલટની વિદાયની આખરી ઘડીઓ ગણાઇ રહી છે પરંતુ હાઈકમાન્ડ ન જાણે કેવી નિંદ્રામાં છે!
એક માતાનો પુત્રમોહ અને એ બાલિશ પુત્રનો સત્તામોહ તરવરાટભર્યા તેજસ્વી યુવાઓને પક્ષથી વિમુખ કરી રહ્યા છે.