10થી વધુ કાટમાળ નીચે દટાયા; બચાવ કામગીરી ચાલુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે રાત્રે 2.30 વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 10થી વધુ લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 22થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યારસુધીમાં 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને NDRF હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોએ તેમાંથી 4 લોકોને મૃત જાહેર કર્યા છે. ઘટનાસ્થળે GTB અને દિલ્હી પોલીસની ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે મોડીરાત્રે લગભગ 2:50 વાગ્યે એક ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળમાં ફસાયેલા હતા. પોલીસના સહયોગથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે શુક્રવારે રાત્રે દિલ્હીમાં અચાનક હવામાન બદલાઈ ગયું. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે આ કારણોસર મુસ્તફાબાદની ઇમારત પણ ધરાશાયી થઈ હતી.