જૂનાગઢ મનપાને 2.63 લાખનો વેરો ન ભરતા કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ મહાનગરપાલિકાને લાંબા સમયથી 2.63 લાખનો બાકી વેરો ન ભરનાર 7 આસામીઓની મિલકતને મનપાએ સીલ મારી દીધુ છે. જયારે 4 આસામીઓ પાસેથી 1.83 લાખની સ્થળ પર જ વસુલી કરવામાં આવી છે. બાકી વેરો ભરવામાં ડાંડાઇ કરનાર આસામીઓની મિલકતોને સીલ મારવા કમિશનર ડો.ઓમ પ્રકાશે સુચના આપી હતી. જેને પગલે ડીએમસી એ.એસ.ઝાપડા અને ડી.જે.જાડેજાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આમાં વણઝારી ચોક, વ્રજ એપાર્ટમેન્ટ, તેમજ સરદાર પરાના અભિષેક એપાર્ટમેન્ટમાં આવેલ 7 મિલકતોનો 2,63,299નો વેરો બાકી હતો. આ વેરાની ભરપાઇ કરવામાં ન આવતા મનપા દ્વારા આ 7 મિલકતોને સીલ મારી દેવાયુ છે. જયારે 4 મિલકતોને ટાંચમાં લીધી છે. ત્યારે મનપા દ્વારા કરાતી સીલ મારવાની તેમજ ટાંચમાં લેવાની આ કાર્યવાહીથી બચવા 4 આસામીઓએ સ્ળથ પર જ 1,83,932ની રકમની ભરપાઇ કરી આપી છે. આ કામગીરી આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ ટેક્ષ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી દ્વારા કવરામાં આવી છે. હજુ આગામી સમયમાં પણ આવી કાર્યવાહી જારી જ રહેશે. ત્યારે આવી તેમનો બાકી વેરો સત્વરે ભરી આપે તેવી મહાપાલિકાના દદ્વારા અપીલ કરવામાં આવી છે.