9.982 કિલોગ્રામ ગાંજા સાથે રૂા.2.22 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
જૂનાગઢ બિલખા રોડ તરફથી ગિરનાર દરવાજા તરફ પસાર થનાર હોવાની ખાનગી રાહે બાતમી મળતા ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ-ડીવીઝન પ્રો.પીઆઇ વી.જે.સાવજ, પીએસઆઇ ઓ.આઇ.સીદી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ઇકો ગાડી કાળવા ચોક તરફથી આવતા તેને ફાયર સ્ટેશન પાસે રોકી ઝડપી લેતા અમરેલી જિલ્લાના બગસરાના ડ્રાઇવર ફેઝાન હારૂનભાઇ શેખની બાજુની સીટ આગળના ભાગેથી રૂા.99.820ની કિંમતના 9 કિલો 982 ગ્રામ ગાંજાના પાંચ પાર્સલ મળી આવ્યા હતા.
આથી પોલીસે ફેઝાન શેખ તેમજ તેની ઇકોમાંથી અમરેલીના નાના ખાટકી વાડામાં રહેતો ઇલિયાસ ઉર્ફે સ્વરૂપે ઇલુ હારૂનભાઇ માંડલીયા, અમરેલીના ઘાંચીવાડાનો આદિલ રહીમભાઇ પડાયા અને અમેરલીના બારપરા ખાટકીવાડાનો ઉંમર મહમદ કાલવાની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી મોબાઇલ ફોન અને 1 લાખની કાર અને રૂા.2,380ની રોકડ મળી કુલ 2,22,200નો મુદ્દામાલ કબ્જે કરી નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.