માતાજી ક્રોધિત થયા છે કહી ધૂપના નામે પૈસા પડાવ્યા: ઘરે જઈને પેટી ખોલતા બાળકોને રમવાની ખોટી નોટો નીકળી
ખાસ-ખબર ન્યૂઝ જામકંડોરણા, તા.1
- Advertisement -
જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયાએ બાવા સાધુ મો.6356814417, ગુરૂજી મો.7567474373, ગુરૂ-શિષ્ય, જીતુભા, જીતુભા સાથે ધુપના પૈસા લેવાં આવતો અજાણ્યો માણસ અને તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી ચારેક મહીના પહેલાં એક વાદી તેમની દુકાને બાવા સાધુના વેશમાં દક્ષીણા માંગવા આવેલ હતો. તેને દસ રૂપીયા દક્ષીણા આપેલ હતી. જેથી તે બાવા સાધુએ એક રૂદ્રાક્ષ આપેલ અને તેઓનો મોબાઇલ નંબર લીધેલ હતો. બાદમાં ગઇ તા.18/04 ના ફોન કરી હું તમારી દુકાને દક્ષીણા માંગવા આવેલ હતો તે વખતે મે તમને એક રૂદ્રાક્ષ આપેલ હતો તે બાવા સાધુ બોલુ છું, તમે ભોળા માણસ છો, તમને માતાજી પ્રસન્ન થયેલ છે તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપીયા હોય, તો તેનાથી લક્ષ્મી આવશે તેમજ તમારે જમીન છે તે જમીનમાં પણ પુષ્કળ માયા (સોનુ) છે. તમો બહુ જ રૂપીયાવાળા બનશો તેમ વાતચીત કરેલ હતી. તેમજ અન્ય એક અજાણ્યો મોબાઇલ નંબર માંથી આ બાવા સાધુના ગુરૂજી બોલતા હતા બાદમાં વાંકાનેર પંથકમાં બોલાવતા હું ગયો હતો ત્યાં
આ ધુપનો એક તોલાનો ભાવ રૂપીયા રૂ.21 હજાર થાય છે. જે ધુપ તમારે જામનગર-દ્વારકા રોડ ઉપર જીતુભા દેવા આવશે તેમ ગુરૂજીએ જણાવેલ હતું. તે બાદ તેઓ ઘરે આવતાં રહેલ અને અજાણ્યા માણસને કંઇક થઈ જશે તેવા ડરથી તેઓએ તેમની પાસે રહેલા રૂ.25 હજાર અને બાકીના મિત્ર સર્કલમાંથી હાથ ઉછીના મંડળી ભરવાના બહાને રૂ. 5 લાખ લીધેલા હતા જે બાદ જામનગર થઈ દ્રારકા રોડ ઉપર જીતુભાને રૂપીયા આપી દીધેલ હતા. તે ધુપ લઇ તેઓ ઘરે આવતાં રહેલ હતાં. જે બાદ તેઓને ભાણેજના લગ્ન હોય, જેથી લગ્ન પ્રશંગમાં ગયેલ હતાં. જે બાદ ગુરૂજીનો ફોન આવેલ અને કહેલ કે, તમે ધુપમાંથી બે ટીપા તમારી જમીનમાં પાડો અને પાંચ ટીપા આધ્યાશકિતમાંના નામના પાડો આમ કહેલ જેથી તેઓએ ચુંદડીમાં વીટાળેલ ધુપની શીશી કાઢેલ તો શીશી તુટી ગયેલ હતી અને તેમાં ધુપ હતું નહી જેથી ગુરૂજીને ફોન કરેલ તો તેમણે કહેલ કે, માતાજી બહુ જ ક્રોધીત થઇ ગયેલ છે. હવે તમારે બીજુ 25 તોલા ધુપ લાવવુ પડશે. આ ધુપનો એક તોલાનો ભાવ રૂ.31 હજાર થશે. જેથી ગુરૂજીને કહેલ કે, હાલ મારી પાસે પૈસા નથી તેનો હું મેળ કરી તમને ફોન કરીશ. જે બાદ મિત્ર સર્કલમાંથી છ લાખ રૂપીયા તથા તેમજ મે બે લાખની લોન ઉપાડેલ હતી. જે બાદ ગુરૂજીને ફોન કરી પૈસાની વ્યવસ્થા થઇ ગયેલ છે ધુપ લેવા ક્યા લેવા જવાનું છે તેમ કહેતા તેને કહેલ કે, મે ધુપની શીશી લઇ લીધેલ છે. તેમણે કહેલ કે, તમારૂ કામ થઇ ગયેલ છે. આ પેટીમાં રૂપીયા ભરેલ છે તે ખોલતા નહી તમારા ઘરે રાખી દેજો જેથી તેઓ પેટી લઇ ઘરે આવતાં રહેલ અને ઘરમાં પેટી રાખી દીધેલ હતી.
બાદમાં ફરીથી ગુરૂજીનો ફોન આવેલ અને તેમણે જણાવેલ કે, માતાજી ક્રોધીત થઇ ગયેલ છે તે તમારા કામ માટે માનતા નથી, હું બહુ જ માતાજીને મનાવું છું. તમારે પાછો ધુપ લેવો પડશે અને આ ધુપ તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે તેમ વાત કરેલ હતી. જેથી તેમને કહેલ કે, મારી પાસે પૈસાની વ્યવસ્થા થાય તેમ નથી કહેતાં તેને કહેલ કે, હું પણ રૂપીયાની વ્યવસ્થા કરૂ છું તમો પણ રૂપીયાની વ્યવસ્થા કરો જે બાદ તેમને આપેલ પેટી ખોલી તો તેમાં પસ્તી તથા બાળકોને રમવાની પૈસાની નોટો હતી. જેથી બાવાસાધુ તેના ગુરુજી, જીતુભા તથા બીજો એક અજાણ્યો માણસ તેમજ તેમની પાસે આવેલ જીતુભા અને અજાણ્યો માણસે ભેગા મળી વિશ્ર્વાસમાં લઈ તાંત્રીક વીધી કરાવી કુલ રૂ.13 લાખનીની છતરપીંડી કરી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ.એમ.ડોડીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી મદારી ગેંગના જાલમનાથ રાજુનાથ પઢીયાર (મદારી), જોગનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને નવા મકનસર, વાદીપરા, મોરબી), પ્રકાશનાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) અને ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને દરેડ, જામનગર, મૂળ રહે.નવા મકનસર, વાદીપરા, મોરબી) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ.4.60 લાખ, સાત મોબાઈલ અને કાર મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પૂછતાછ હાથ ધરી હતી.જયારે ચાર શખ્સો ફરાર થઇ જતાં તેની શોધખોળ હાથ ધરી હતી. પૂછતાછમાં આઠેય આરોપીઓએ મળી અગાઉ પણ સાત મહિના પહેલાં મીઠાપુર તાલુકાના ભીમરાણા ગામે એક વ્યક્તિને ધનપ્રાપ્તિની લાલચ આપી રૂ.11 લાખની તેમજ ત્રણ મહિના પહેલાં જામજોધપુરના મોડપર ગામે એક આદિવસી શ્રમિક સાથે રૂ.5.50 લાખની છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી. ફરાર આરોપી જાલમનાથ શંભુનાથ પઢીયાર, સાગરનાથ બાબુનાથ ભાટી (રહે. બંને ખીરસરા (ગઢ),લોધીકા) આસમનાથ બકાનાથ પરમાર કરહે (રહે. ભોજપરા, વાંકાનેર) અને પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયા (રહે.નવા મકનસર, વાદીપરા મોરબી)ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.