-ગ્લેશિયર તૂટવાથી બંન્ને તરફના રસ્તા બંધ થયા
કેદારનાથમાં ગ્લેશિયલ તૂટવાને કારણે 4 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જો કે એસડીઆરએફની ટીમે ફસાયેલા આ ચારેય વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યુ હતુ અને ચારેયને બચાવી લીધા હતા. કેદારનાથના રજિસ્ટ્રેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કેદારનાથમાં ગ્લેશિયર તૂટવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ગ્લેશિયર તૂટવાને કારણે 4 પોર્ટર (માલસામન ખચ્ચર પર લઈ જનારા માણસ) ફસાઈ ગયા હતા.
- Advertisement -
જો કે, આ બાબતની જાણકારી મળતા સ્થાનિકોએ એસડીઆરએફની ટીમનો સંપર્ક કર્યો હતો. ના મુખ્ય આરક્ષી સંતોષ રાવત પોતાની ટીમને લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગ્લેશ્યિર તૂટવાને કારણે ફસાયેલા ચારેય વ્યક્તિઓ કુબેર ગ્લેશિયર પાસે ફસાયા હતા.
સંતોષ રાવતની ટીમે તત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ફસાયેલા ચારેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરવામાં આવેલામાં ચંદા બહાદુર, શેર બહાદુર, ખડક બહાદુર થાપા અને રામ બહાદુરનો સમાવેશ થાય છે. આ ચારેય લોકો પોર્ટર તરીકેનું કામ કરે છે. ચારેય લોકો લીંચોલીથી કેદારનાથ માટે જઈ રહ્યા હતા, ત્યારે કુબેર ગ્લેશિયલ પાસે અચાનક તેઓ ગ્લેશિયરની ચપેટમાં આવી ગયા હતા. ગ્લેશિયર તૂટવાને કારણે તેઓના બંને તરફના રસ્તા બંધ થઈ ગયા હતા.