નેશનલ ઈન્સ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ, ન્યૂ ઈન્ડિયા ઇન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડના કર્મચારીઓ જંગે ચડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
દેશની 4 મોટી સાર્વજનિક વીમા કંપનીઓના 50 હજારથી વધુ કર્મચારીઓએ 4 જાન્યુઆરી 2023ના રોજ હડતાળ પર જવાની ચુંકી ઉચ્ચારી છે. આ પાછળ સરકારી વીમા કંપનીઓના પુનર્ગઠનનો પ્રસ્તાવ કારણભૂત માનવામાં આવી રહ્યો છે. કર્મચારી સંઘે જણાવ્યું હતું કે 4 વીમા કંપનીઓ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ લિમિટેડ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે જીઆઈસી રે ના ના લગભગ 50,000 કર્મચારીઓ 4 જાન્યુઆરીએ દિવસની હડતાળ ઉપર ઉતરશે.
- Advertisement -
જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના સંયુક્ત ફોરમ ઓફ ટ્રેડ યુનિયન્સ (ઉંઋઝઞ)એ આરોપ લગાવ્યો છે કે સૂચિત ફેરફારો પછી જાહેર ક્ષેત્રના એકમો નબળા પડી જશે. ઉંઋઝઞ યુનિયનનું કહેવું છે કે સૂચિત ફેરફારોમાં ઓફિસ બંધ અને મર્જરનો સમાવેશ થાય છે જેમાં નફાકારક ઓફિસોનો સમાવેશ થાય છે. આ સાથે પરફોર્મન્સ ઈન્ડિકેટર (ઊંઙઈં) પણ લાગુ કરી શકાય છે.