ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરમાં અતિ વરસાદના પાણીમાં અઢી વર્ષના માસુમ બાળક પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલ હતું તેને ગુજરાત સરકાર તરફથી 4 લાખની સહાય આપવામાં આવી. વેરાવળ શહેરમાં તા.18 ઓગસ્ટના રોજથી ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા સમગ્ર વેરાવળ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું. ત્યારે મધ્ય રાત્રે ખબર આવી કે ભરાયેલા પાણીમાં પરિવાર ઘરની ઘરવિખડી સમેટી રહ્યા હતા ત્યારે એક અઢી વર્ષનો બાળક પાણીમાં તણાઈ ગયું સતત બે દિવસની તંત્રની મહેનતથી બાળકનું મૃત શરીર કીરમાંની વિસ્તારમાંથી મળી આવેલ હતું ત્યારે બાળકના પરિવારને ગુજરાત સરકાર દ્વારા રૂ.4 લાખ રૂ.ની સહાય આપવામાં આવેલ આ કાર્યમાં ગીર સોમનાથ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ હાજી ફારુકભાઈ મોલાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિપક્ષના નેતા ગુલામભાઈ ખાન અને વોર્ડ નં.5 ના નગરસેવક અફઝલ પંજા દ્વારા મૃતક પરિવારના દુ:ખના સમયના સાથી બનેલ હતા અને તંત્રનું પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલે.