તેલંગણામાં મોટી દુર્ઘટના
બ્લિડીંગની છત પડતાં 4 લોકોના મૃત્યુ અને 1 ઘાયલ
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
તેલંગણાના યાદાદ્રી ભોંગિર જિલ્લાના મંદિર નગર યાદગિરિગુટ્ટામાં શુક્રવારે એક ઈમારતની છત પડવાથી મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયાની જાણકારી મળી છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લગભગ 20 વર્ષ જૂની આ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન અને પહેલા માળે રહેણાંક હતું.
આ ઘટના ઘટી તે વિસ્તાર હૈદરાબાદથી લગભગ 60 કિલોમીટર દૂર છે. આ બિલ્ડીંગની છત નીચે બેઠેલા ચાર લોકો પર પડી હતી. દુર્ઘટનામાં ચારેય લોકોના મોત ઘટના સ્થળે જ થઈ ગયા હતા. પોલીસે આગળ જણાવ્યું હતું કે, ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે તેલંગણાના રાજ્યપાલે લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને જિલ્લા અધિકારીઓને ઘાયલ લોકોને સુવિધા આપવાના આદેશ આપ્યા છે.