પ્રેમ પ્રકરણમાં હત્યાની કોશિષનો ચુકાદો પાંચ વર્ષે આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં 5 વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં પરિવાર પર ખુની હુમલાના કેસમાં પાકિસ્તાની મહિલા સહિત 4 શખ્સોને જૂનાગઢ સેશન્સ કોર્ટ દ્વારા 10 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો હતો. જૂનાગઢ શહેરનાં માંડવી ચોકમાં ચાનો વ્યવસાય ધરાવતા યુસુફ અબ્દુલભાઇ શેખ, પુત્ર રમીજ ભારત મીલના ઢોરા પર રહેતા નજમા બહેનની દિકરી હિના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે મનદુ:ખના કારણે નજમા બહેને યુસુફભાઇને ગત તા.16-6-2018ના ધમકી આપી હતી. તે બાબતે હનીફ બાટલી, શોહીલ ઉર્ફે રોઝડો ગામેતી અને સરફરાઝ અલી શમાએ યુસુફભાઇના ઘરે જઇ અને પિતા-પુત્ર એઝાઝ અને રમીજ તેમજ હિના પર છરા વડે ખુની હુમલો કર્યો હતો.
- Advertisement -
આ કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પાંચમા એડિશનલ જજ આર.ડી. પાંડેએ પી.પી. જે.એમ.દેવાણીની દલીલોને ઘ્યાને લઇને નજમાબેન મહોમદ હનીફ મકરાણી, હનીફ ઉર્ફે બાટલી, અલીમહમદ બીનહુશેન આરબ, સોહિલ ઉર્ફે રોઝડો ગામેની અને સરફરાઝ અલી સમાને 10 વર્ષની શખ્ત કેદની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો હતો અને ઇજાગ્રસ્તોને 15 હજાર વળતર ચુકવવા આદેશ કર્યો હતો.