સોરઠમાં મેઘમલ્હાર: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જુનાગઢ સહિત સોરઠ પંથકમાં ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદની એન્ટ્રી રવીવાર શરુ થતાં જિલ્લામાં 1 થી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો ત્યારે ધીરે ધીરે વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોમાં ખૂશી સાથે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો વાવણી કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લા રવીવાર બાદ ફરી ગઈકાલે વિસાવદર તાલુકામાં 4 ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી તેની સાથે જૂનાગઢ શહેરમાં ઉકળાટ વચ્ચે વરસાદી ઝાપટાં પડયા હતા જ્યારે સોરઠ પંથકમાં તાલાલામાં 2 ઈંચ સાથે માળીયા હાટીના અને ભેસાણ પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડયા હતા ત્યારે હજુ સારા વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યાં છે. જોકે સોરઠ પંથકમાં પ્રથમ વરસાદની એન્ટ્રી થતાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કાર્ય પુરજોશમાં શરૂ કર્યુ છે.