અમેરિકા- કેનેડા બોર્ડર ખાતે જીવ ગુમાવનારા 4 ગુજરાતીઓના મોતની દુર્ઘટનાએ ખુબ ચકચાર મચાવી હતી. આજે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
અમેરિકા- કેનેડા સરહદ પાર કરવા માટે આ ચારેય લોકો 10 થી 12 કલાક ચાલીને ત્યાં પહોંચ્યા હતા. તેઓ માનવ-તસ્કરોની ટોળકીની મદદથી સરહદ પાર કરીને અમેરિકા આવવા માંગતા હતા, પરંતુ એવું શક્ય ના બન્યું.
થોડા સમય પહેલા કેનેડા-અમેરિકા બોર્ડર ખાતે કાતિલ માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં ચાર લોકોના મોતની ઘટનાએ સૌને દુઃખી કરી દીધા હતા. આ ચારેય લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેઓનું કનેક્શન ગાંધીનગર સાથે છે. ભારતીય હાઈ કમિશન દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, જે મૃતકોની ઓળખ કરવામાં આવી છે તેમાં ગાંધીનગર જિલ્લાના કલોલના ડીંગુચા ગામના વતની જગદીશ પટેલ (ઉંમર 39), તેમની પત્ની વૈશાલી પટેલ (ઉંમર 37), પુત્રી વિહાંગી પટેલ (ઉંમર 11) અને પુત્ર ધરમ પટેલ (ઉંમર 3) નો સમાવેશ થાય છે.
- Advertisement -
આ પરિવાર 15 દિવસ પહેલા કેનેડા જવા રવાના થયો હતો, અને છેલ્લા 8 દિવસથી તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક થયો ન હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. ભારતની બહાર અમેરિકા અને કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાલમાં વસવાટ કરે છે.
અમેરિકાના મિનેસોટાના અધિકારીઓએ આ કેસમાં ફ્લોરિડાના 47 વર્ષના સ્ટીવ શેન્ડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર ગેંગે અકસ્માતનો ભોગ બનેલા લોકો સહિત ઘણા લોકોને પૈસાની મદદની લાલચ આપી હતી. જ્યારે કેટલાક લોકો કેનેડાથી યુએસ બોર્ડરની અંદર આવ્યા ત્યારે યુએસ બોર્ડર પોલીસ દ્વારા તેઓને પકડી લેવામાં આવ્યા હતા.
નાના બાળકની ગેરહાજરી અંગે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ :
અમેરિકન પોલીસે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા આ લોકોની ઝડતી લીધી ત્યારે તેમના સમાનમાંથી નાના બાળકોના ખાદ્યપદાર્થો અને ડાયપર વગેરે મળી આવ્યા હતા. પોલીસને શંકા ગઈ અને નાના બાળકની ગેરહાજરી અંગે પૂછપરછ કરવામાં આવી તો સમગ્ર રહસ્ય ખુલ્યું હતું. અમેરિકા બોર્ડર પોલીસે તરત જ સરહદ પરના કેનેડિયન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો, ત્યારે બંને દેશોની સરહદ નજીકથી એક બાળક સહિત 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
- Advertisement -
આ પરિવાર માનવ-તસ્કરી કરતી ટોળકીમાંથી કોઈ તેમની મદદ માટે આવે તેની રાહ સરહર પર જોઈ રહ્યો હતો. પરિવારના વડા જગદીશ પટેલ ભૂતકાળમાં શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતા અને કલોલ શહેરમાં અલગ-અલગ ધંધા કર્યા હતા. પરિવારનું ડીંગુચામાં એક માળનું મકાન છે, જે જગદીશના પિતા બલદેવ પટેલ પણ ગામ છોડીને ચાલ્યા ગયા હોવાથી તે બંધ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પરિવાર પખવાડિયા પહેલા વિઝિટર વિઝા પર કેનેડા ગયો હતો.