આજરોજ ત્રણ સેશનમાં કુલ 27554 વિદ્યાર્થીઓમાંથી 687 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા સેમેસ્ટર-1 ની બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.સી.એ., બી.એસસી.(આઈ.ટી. એન્ડ સી.એ.), બી.એસ.ડબલ્યુ., બી.આર.એસ. સહિતની પરીક્ષાઓ આજરોજ પૂર્ણ થઈ છે.
અલગ અલગ ત્રણ સેશનમાં વિવિધ 81 કેન્દ્રો પર લેવાયેલ પરીક્ષામાં કુલ 33808 વિદ્યાર્થીઓનોંધાયા હતા. પરીક્ષા શુદ્ધિકરણના ભાગરૂપે વિવિધ કેન્દ્રો ઉપર કુલ 48 કોપીકેસ કરવામાં આવ્યા છે. ગેરરીતી કરતા ઝડપાયેલા તમામ વિદ્યાર્થી ઓને યુનિવર્સિટી ખાતે પરીક્ષા શુદ્ધિકરણ સમિતિ સમક્ષ બોલાવવામાં આવશે પરીક્ષામાં આજરોજ કુલ 27554 વિદ્યાર્થી ઓમાંથી 687 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. દિવસ દરમ્યાન ત્રણ સેશનમાં લેવાયેલ પરીક્ષાના છેલ્લા દિવસે જૂનાગઢ ખાતે કુલ 4 કોપીકેસ નોંધાયા હતાં. જેમાં સંસ્કૃત વિષય માં1, બી.બી.એ.માં 1 અને કોમર્સમાં2 કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્કવોડ, ફ્લાઈંગ સ્કવોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી ઈઈઝટ મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેવું કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.