તબીબને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ, દવાનો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામમાં આવેલા પ્લાસ્ટિંકના કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોને ઝાડા-ઉલટીની અસર થયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 બાળકો મોતને ભેટતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
આ અંગે કારખાનેદારે જણાવ્યું કે, અરજન્ટ પોલિમર્સમાં બે બાળકોના ઝાડા-ઉલટીના કારણે મોત થયા છે. જ્યારે સંસ્કાર પોલિમર્સ નામના કારખાનામાં પણ ઝાડા-
- Advertisement -
ઉલટીના કારણે બે બાળકો મોતને ભેટ્યા છે. આ બાળકોના શરીરમાંથી પાણી ઘટી ગયું હતુ. આ અંગે કલેક્ટરે જણાવ્યું કે, અહીં ગઈકાલે જામનગરથી કોલેરાનો એક કેસ આવ્યો હતો. જે બાદ સર્વેલન્સ ટીમો ઉતારવામાં આવી છે. એમ્યુલન્સ અને 24 કલાક એક ડોક્ટરને સતત ખડેપગે રહેવાનું જણાવવામાં આવ્યું છે. ઘછજ અને ઝીંકની દવાઓ આપવામાં આવી છે. તબીબી નિષ્ણાંતોની ટીમ રાજકોટથી આવી છે. જેમાં ઈન્ટરનલ મેડિસીન, કોમ્યુનિટી મેડિસિન, પેથોલોજિસ્ટનો સમાવેશ થાય છે. અહીં પુરતી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 24 કલાક આ વિસ્તારમાં એક તબીબને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. અહીના તમામ જળસ્ત્રોતમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે ઉપલેટા તાલુકાના ગણોદ-તણસવા રોડ વિસ્તાર પર પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યાં
બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે તેમજ ખાદ્ય પદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવા પર, પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં દૂષિત પાણીની શક્યતા હોવાથી ખાડા ખોદી પાણી મેળવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવવા અને પીવાના પાણીને કલોરિનેશન બાદ જ ઉપયોગમાં લેવાના રહેશે. ખાદ્ય પદાર્થના વેપારીઓએ ફરસાણ,મીઠાઈ, ગોળ,ખજૂર તથા અન્ય કોઈ ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા,શાકભાજી ફળફળાદીના ધંધાર્થીઓએ તેને કાપીને ખુલ્લા રાખવા તેમજ આવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ કરવા પર, બરફ ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણ પર, વાસી ખોરાક ઉપયોગમાં લેવા પર મનાઈ ફરમાવી છે. શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ,રેસ્ટોરન્ટ, મીઠાઈ,-ફરસાણની દુકાન, ભોજનાલયો વગેરેમા સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા તેમજ ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ઢાંકી રાખવા અને પેપર ડીશમાં જ ખોરાક પીરસવા અને શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડિસ્પોઝિબલ ગ્લાસમાં જ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશોનુ ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.