ત્રીજી લહેર શાંત થાય એ પહેલાં જ ફિલ્મવાળાઓએ આવનારા દિવસોને લઈને પ્લાનિંગ શરૂ કરી દીધુ છે.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળના કારણે જાન્યુઆરીમાં રિલીઝ થનારી મોટાભાગની ફિલ્મો પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. તો ફેબ્રુઆરીમાં ગંગૂબાઈ કાઠિયાવાડી અને બધાઈ દોને છોડીને કોઈ ખાસ ફિલ્મની રિલીધ ડેટ જાહેર થઈ નથી. પરંતુ હવે 26 જાન્યુઆરી બાદ કોરોના પ્રતિબંધોમાં કેટલાંક રાજ્યોને છૂટછાટ મળવાની શક્યતાઓ વચ્ચે ફિલ્મવાળાઓએ પણ આવનારા દિવસોને લઈને પ્લાનિંગ શરૂ કરી દીધુ છે.
- Advertisement -
તેઓએ ફિલ્મની રિલીઝ ડેટની યોજના કરી લીધી છે. એવી ચર્ચા છે કે ફિલ્મો રિલીઝ થવાનો સિલસિલો ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી કેટલીક મીડ બજેટની ફિલ્મોથી શરૂ થઈ શકે છે. મોટા બજેટની ફિલ્મોની વાત કરવામાં આવે તો પહેલાં 18 માર્ચે બચ્ચન પાંડેની રિલીઝ ડેટ જાહેર થઈ છે. હવે આમીર ખાને 14 એપ્રિલના રોજ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ કરી છે. પહેલાં એવી ચર્ચા હતી કે 14 એપ્રિલે કેજીએફ 2 રિલીઝ થવાની હોવાથી આમીર ખાન પોતાની ફિલ્મ પોસ્ટપોન કરી શકે છે અથવા તો એપ્રિલમાં ઈદ પર રિલીઝ કરી શકે છે. પરંતુ હવે લાલ સિંહ ચઢ્ઢા અને કેજીએફ 2 વચ્ચે ક્લેશ પાકો થઈ ગયો છે.
આ સિવાય ઈદ પર પહેલેથી જ અજય દેવગણની રનવે 34 અને ટાઈગર શ્રોફની હીરોપંતી 3નું ક્લેશ નક્કી છે. બીજી તરફ, જાન્યુઆરીમાં પોસ્ટપોન થયેલી એસએસ રાજામૌલીની RRR ફિલ્મ પણ માર્ચ કે ઈદ પર રિલીઝ થાય એવી જાહેરાત થઈ ચૂકી છે. જો આવું થશે તો ઈદ પર આ બંનેમાંથી કોઈ એક જ ફિલ્મ આગળ વધી શકે છે.
- Advertisement -
તો જાન્યુઆરીથી જ પોસ્ટપોન થયેલી પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ પણ ફેબ્રુઆરી કે માર્ચમાં સિનેમાઘરમાં રિલીઝ થાય એવી શક્યતા છે. બીજી તરફ, અક્ષય કુમારની પૃથ્વીરાજ પણ રિલીઝ થવા માટે તૈયાર છે. પણ આ ફિલ્મને રિલીઝ થવા માટે ગરમીની રજાની રાહ જોવી પડી શકે છે. એ વાત ચોક્કસ છે કોરોનાના કારણે સિનેમાઘરમાં લગાવવામાં આવેલી પાબંદીઓ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા પોતાની ફિલ્મોને લાંબો સમય સુધી ટાળવાના મૂડમાં નથી. કેમ કે અત્યાર સુધી કોરનાની પહેલી અને બીજી લહેર બાદ ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મોને રિલીઝ કરવા માટે ખૂબ રાહ જોઈ હતી. એટલામાં આગામી લહેર આવી ગઈ અને વધુમાં વધુ ફિલ્મો રિલીઝ કરવાની તક જ ન મળી. ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં બોક્સ ઓફિસ પર સૂર્યવંશી, પુષ્પા અને સ્પાઈડરમેન જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી.દર્શકો પણ સારા કન્ટેન્ટવાળી ફિલ્મોની રાહ જોઈ રહૃાા છે.