ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી: બે પોલીસ કોન્સ.અને હોમગાર્ડ જવાન સહિત ચાર ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં મહિલાનું શારીરિક શોષણ મામલે આઇપીસી 376 મુજબ મુજબનો ગુન્હો દાખલ થયો હતો જેમાં સલીમભાઇ કે જેઓ પોલીસમાં ફરજ બજાવે છે તેઓ મહિલાને ફોન ઉપર વોટ્સઅપમાં બીભત્સ મેસેજ કરી બીભત્સ માંગણી કરીને મહિલાની ઇચ્છા વિરુઘ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી તેમજ અન્ય આરોપી મોહનભાઇ પણ પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ પણ મહિલા સાથે તેની ઇચ્છા વિરુઘ્ધ શરીર સંબંધ બાંધેલ તેમજ પરેશભાઇ નામના શખ્સે પણ શરીર સંબંધ બાંધેલમહિલાની ઇચ્છા વિરુઘ્ધ બદકામ ઇરાદે અલગ અલગ જગાએ દુષ્કર્મ આચરનાર શખ્સોની ધરપકડ કરી હતી જયારે હોમગાર્ડમાં ફરજ બજાવતો હનીફે મહિલા પાસે અવાર-નવાર બીભત્સ માંગણી કરતા સમગ્ર તપાસ મહિલા પો.સ્ટે.ના પો.ઇન્સ.એમ.વી. પટેલે તપાસ શરુ કરી હતી.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને ગુનેગારોને શોધી કાઢવા સુચના આપતા ઉના એએસપી તથા એસઓજી પીઆઇ તથા એલસીબી પીઆઇ સાથે મહિલા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી સલીમભાઇ દોસ્તમહમદભાઇ બ્લોચ પો.કો. રહે.ગીર ગઢડા, મોહનભાઇ નારણભાઇ મકવાણા પો.કો.રહે. સોનારી, પરેશભાઇ ભીમાભાઇ શીંગોડ રહે.કેસરીયા, હનીફભાઇ સતારભાઇ શાહમદાર હોમગાર્ડ રહે.ઉના વાળને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.