ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા બહેનો સ્વમાન ભેર જીવન વ્યાપન કરી શકે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ છે. જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો 37915 લાભાર્થી ગંગા સ્વરૂપા બહેનોને દર માસે રૂ. 1250ની સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવે છે. આમ, જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને દર માસે કુલ રૂ.4.73 કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા મળતી આ સહાય પાત્રતા ધરાવનાર તમામ લાભાર્થી બહેનોને મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવે છે, ઉપરાંત સેવા સેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.ગંગા સ્વરૂપ બહેનો સમાજમાં ઓશિયાળા ન બની રહે અને આર્થિક સહાય મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પણ સંવેદનશીલતા સાથે કામ કરે છે.ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ લાભાર્થીને અરજી કર્યા તારીખથી મળવાપાત્ર છે. એટલે કે, ડિસેમ્બર માસમાં નવા લાભાર્થીઓને તફાવત કે એરિયસ સાથે કુલ 4,82,55000ની સહાય ચૂકવવામાં આવી છે.ગ્રામીણ વિસ્તારમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ગંગાસ્વરૂપા બહેનોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત મામલતદાર કચેરી ખાતે જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરવાની રહે છે.