જૂનાગઢમાં કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ કરતી જઘૠ
12 સંસ્થાઓના સંચાલકો સામે ગુનો દાખલ, વધુ તપાસ શરુ
શિષ્યવૃત્તિના નામે ફ્રોડ કરનારા 4 આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા સરકારી કચેરીઓમાં થતી છેતરપિંડીને અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે, શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં 12 સંસ્થાઓના સંચાલકો અને ટ્રસ્ટના હોદ્દેદારોની સંડોવણી હોવાનું સામે આવ્યું હતુ. આ શિષ્યવૃતિ કૌભાંડ મામલે તા. 15/07/2023ના રોજ નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જૂનાગઢ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, 12 સંસ્થાઓના આચાર્યો અને હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચી, વિદ્યાર્થીઓના નામે ખોટા દસ્તાવેજો બનાવીને સરકાર પાસેથી રૂ. 4,60,38,550ની શિષ્યવૃત્તિની રકમ મેળવી હતી. આ નાણાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નહોતા અને તેની ઉચાપત કરવામાં આવી હતી. એસ.ઓ.જી. પીઆઈ જે.જે. પટેલ અને પીએસઆઇ આર.બી. ગઢવી આ ગુનાની તપાસ ચલાવી રહ્યા હતા. આ તપાસ દરમિયાન, 2245 વિદ્યાર્થીઓના શંકાસ્પદ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને સંસ્થાઓના બેંક ખાતાઓની વિગતો મંગાવવામાં આવી હતી. આ માહિતીના આધારે, 5 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી, જેમના ખાતામાં ફ્રોડની રકમ જમા થઈ હતી. આમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ આ મામલે વધુ સઘન તપાસ ચાલી રહી છે. આ આરોપીઓ દ્વારા જુદી જુદી 12 સંસ્થાઓના નામે ફ્રોડ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાઓ અને તેમાં થયેલી ઉચાપત કૌભાંડમાં સંડોવાયેલી 12 સંસ્થાઓની અને તેમની સામે થયેલ ફ્રોડની કુલ રકમ રૂ. 4,60,38,550ની વધુ કાર્યવાહી તેજ કરી છે.
સરકારની તિજોરીને ચૂનો ચોપડનાર આરોપીઓ
1 – રમેશ કાળુભાઈ બાકુ, રહે.ગામ-જેપુર, તા.તાલાલા (ક્રિષ્ના એકેડેમી સંચાલક), 2 – વકીલ રમણીક નાથાભાઈ રાઠોડ, રહે.ગળોદર, તા.માળીયા (પ્રશિક્ષણ એજયુકેશન સંચાલક), 3 – ભાવિન લાલજીભાઈ ડઢાણીયા, રહે.અમદાવાદ, વસ્ત્રાલ, મુળ કડાયા, તા. માળીયા હાટીના (પેરા મેડિકલ સ્કૂલ સંચાલક), 4 – જગદીશ ભીખાભાઈ પરમાર, રહે.કેશોદ, ડીપી રોડ, ઉમા ધામ, મુળ રહે. (ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ સંચાલક) આ ચારેય શખ્સની ઝડપી વધુ કાર્યવાહી તેજ કરી છે.
જૂનાગઢ શિષ્યવૃત્તિ કૌભાંડમાં કઈ સંસ્થાએ કેટલી ઠગાઈ કરી
1) ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ – 81,72,200
2) રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ પેરા મેડિકલ – 37,45,700
3) ગાંધી સ્મૃતિ ઓફ હેલ્થ સાયન્સ – 31,66,600
4) સાંગાણી પેરા મેડિકલ સ્કૂલ – 12,34,900
5) ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ કેશોદ – 42,98,400
6) ગુજરાત ઇન્સ્ટિટયૂટ – 3,55,300
7) શિવ ઇન્સ્ટિટયૂટ – 7,59,400
8) ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ પેરા મેડિકલ તથા
9) ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ – 68,63,500
10) ક્રિષ્ના એકેડેમી – 9,16,400
11) ગુજરાત ઇન્સ્ટિટયૂટ – 96,81,500
12) પ્રશિક્ષણ એજ્યુકેશન – 4,89,300



