ખાસ-ખબર ન્યૂઝ ખેડા
ઉતરાયણ પર્વને હજી વાર છે ત્યારે વેપારીઓ ચાઈનીઝ દોરીનો સ્ટોક ભરવા લાગ્યા છે. સરકારનો પ્રતિબંધ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ખેડાના કપડવંજમાંથી લાખોની કિંમતનો ચાઈનીઝ દોરી 4.18 લાખની કિંમતનો જથ્થો સહિત 11,28 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે તેમ છતાં પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વેપારીઓ દ્વારા આ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ચાઈનીઝ દોરીના કારણે નિર્દોષ નાગરિકોના ગળા કપાયા છે. કેટલાકના મોત થયા છે, તેમ છતાં પણ હજીયે વેપારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અગાઉ આણંદના આંકલાવમાં ચાઈનીઝ દોરી નો જથ્થો ઝડપાયો હતો. જે બાદ હવે ખેડાના કપડવંજમાંથી ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે.
કપડવંજ રૂરલ પોલીસે આઇસર ટેમ્પોમાં લઈ જવા તો 4,18,500 ની કિંમતના 1674 માંઝા સહિતનો મળીને કુલ 11,28,500 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ બનાવવામાં કપડવંજ રૂૂરલ પોલીસે માતરના સંધાણા ખાતે રહેતા મહમદ સિદ્દીક સીરાજમીયા મલેક અને ભાલેજના મોહસીન ખાન અનવર ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી આવતો હતો અને ક્યાં લઈ જવા તો હતો તેની પણ તપાસ હાથ ધરી છે.