ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ચાલી રહેલ 36મી નેશનલ ગેમ્સ સમાપન સમારોહમાં અહીં ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય રમતની હોકી સ્પર્ધામાં પુરૂષ અને મહિલા ટીમે પોતપોતાના ગ્રુપમાં ટોચ પર રહીને કર્ણાટકની પુરૂષોની હોકી ટીમ અને હરિયાણાની મહિલા હોકી ટીમ ચેમ્પિયન બની હતી. જેમાં કર્ણાટકની પુરૂષોની હોકી ટીમે ઉત્તરપ્રદેશની ટીમ સામે રેગ્યુલર ટાઈમમાં 2-2ની બરોબરી કરી હતી ત્યારબાદ કર્ણાટકના પુરૂષોની ટીમે ટાઈ-બ્રેકર દ્વારા ઉત્તરપ્રદેશને 5-4થી હરાવ્યું હતું. જ્યારે હરિયાણાની મહિલાઓએ કટ્ટર હરીફ પંજાબની ટીમને 1-0 ગોલથી હરાવીને 2015માં ગુમાવેલ ખિતાબ ફરીથી મેળવ્યો હતો.
રાજકોટ ખાતેની હોકીની ફાઈનલ મેચમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, મેયર પ્રદિપ ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, કલેકટર અરૂણ બાબુ, ડીડીઓ દેવચૌધરી, નાયબ મ્યુ. કમિ. આશિષકુમાર, એ. કે. સિંહ, સી. કે. નંદાણી, ડીએસઓ અવનીહરણ, રમતગમત અધિકારી જાડેજા વિગેરે ઉપસ્થિતિમાં રાજકોટ નેશનલ હોકી સ્પર્ધાનું શાનદાન સમાપન અને ઉપસ્થિત સર્વે મહાનુભાવો હસ્તે વિજેતાઓને મેડલ એનાયત કરાયા હતા. 21 વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશ કરેલી કર્ણાટક તરફથી સુનીલ, અને હરીશ મુગતર દ્વારા ગોલ ફટકાર્યા હતા જ્યારે સુમિત અને મનીષ યાદવે નિયમન સમયે કર્ણાટક માટે જવાબ આપ્યો. પેનલ્ટી શુટઆઉટમાં નિક્કિન, હરીશ, અભરન, થિમૈયાઈઅ અને મોહમ્મદ રાહીલે કર્ણાટક માટે ગોલ ફટકાર્યા હતા. જ્યારે ઉત્તરપ્રદેશ તરફથી રાજકુમાર પાલ, વિશાલ સિંહ અને સુમિતે ગોલ
ફટકાર્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત મહિલાની હોકી ટીમમાં મધ્યપ્રદેશએ ઝારખંડની ટીમને 5-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. જ્યારે હરિયાણા સામે પંજાબ 1-0થી હારી જતાં સુવર્ણપદક મેળવ્યું હતું.