ખાસ-ખબર સંવાદદાતા
ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમાના હસ્તે ચોરવાડ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રૂા.36 લાખના લોક ઉપયોગી સીસી રોડ અને પેવર બ્લોકના કામોના ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા. સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા તથા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમા દ્વારા લોકોની જરૂરિયાતને અનુલક્ષીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના સને 2020-21 હેઠળ રકમ રૂા.16.78 લાખના ખર્ચે વોર્ડ નં.6માં રામજી ડાકીના ઘર પાસેથી સરીને હનુમાનબાપા મંદિર સુધીના રસ્તામાં સીસી રોડનું કામ તથા રકમ રૂ.14.82 લાખના ખર્ચે વોર્ડ નં.2માં હરીજન વાસ સામે ખેરા રોડ અને ચુનાભઠ્ઠીની બન્ને સાઇડોમાં પેવર બ્લોકનું કામ તેમજ 15મું નાણાપંચ યોજના હેઠળ રકમ રૂા.4.40 લાખના ખર્ચે ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં.6 માં બોરવાવથી વડોવન પાછળ હરેશ રાજાના ઘરથી ડો.હીરા પરમારના ઘર સુધી સીસી રોડનું કામ મળી કુલ રકમ રૂ.36 લાખ મંજૂર કરાવી આજરોજ કામોનું ખાત મુહર્ત કરવામાં આવેલ.