ફૂડ શાખાની ટીમ 21 ધંધાર્થીઓને ત્યાં ત્રાટકી, 15ને લાઇસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોચી બજાર ચોક પોસ્ટ ઓફિસ સામે, રાજકોટ મુકામે આવેલ “તુલશી એન્ટરપ્રાઇઝ” પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ એક્સપાયરી ડેટ વીતેલ ચોકલેટ, ચોકો બોલ્સ કપ તથા સાકરિયા વગેરે મળીને અંદાજીત 35 કિ.ગ્રા. અખાદ્ય ક્ધફેશનરીનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના આજીડેમ- માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી.
મિલન ખમણ, ભેરુનાથ પાણીપુરી, મહાકાળી પાણીપુરી, ચામુંડા ફરસાણ, શ્રીનાથ કુલ્ફી, રોનક ચાઇનીઝ પંજાબી, ખુશી ફ્લોર મીલ, યશવી પ્રોવિઝન સ્ટોર, બાલાજી ખમણ, ગુનગુન પાણીપુરી, શુભમ ડેરી ફાર્મ, માલધારી ડેરી ફાર્મ, રાધે શ્યામ છોલે ભટુરે, શ્યામ જનરલ સ્ટોર, અને ભગીરથ ઘૂઘરા સહીત તમામ ધંધાર્થિઓને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી છે. આ સિવાય એવરીડે સુપર માર્કેટ, રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, ધાર્મી મેડિસીન્સ, કૃપા જનરલ સ્ટોર, સમ્રાટ લાઈવ પફની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ તહેવારોને અનુલક્ષીને ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત કુલ 27 નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં ખજૂર, ધાણી, દાળિયા અને હારડાનું ચેરકિંગ કરવામાં આવું હતું. જે અંતર્ગત 27 સ્થળ પરથી નમૂના લેવામાં આવ્યા હતા.
જેમાં અબ્દુલહુસેન શેખભાઇ એન્ડ સન્સ, શ્રી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, સુનિલભાઈ ફૂલવાળા કંદોઇ બજાર કોર્નર, રાજ સેલ્સ એજન્સી, ગોકુલ ટ્રેડર્સ, મે. અજયભાઇ ભરતભાઇ સોમૈયા કંદોઇ બજાર કોર્નર, અબ્દુલઅલી હસનભાઇ ગાંધી, એમ.જી. રોડ, જયદીપ ટ્રેડર્સ, મે. ઈસ્માઈલ શેખભાઇ એન્ડ સન્સ, અન્નપૃર્ણા ટ્રેડર્સ, રોયલ ટ્રેડર્સ, આર.કે. ટ્રેડર્સ સહીત તમામ પરાબજાર ગોળપીઠ પાસે. આ સિવાય દેવપરા મ્યુનિ. શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ પર જિગ્નેશ ટ્રેડર્સ, આઈશ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર. વી.એચ.માર્કેટિંગ 3-4 સદગુરુનગર કુવાડવા રોડ. એ.એ. માર્કેટિંગ 5- લાતી પ્લોટ કોર્નર. દ્વારકેશ માર્કેટિંગ દ્વારકેશ પ્લાઝા 9- પંચનાથ પ્લોટ. પ્રિન્સ એન્ટરપ્રાઇઝ (ધ ચોકલેટ રૂમ) રીલાયન્સ માર્કેટ બીજો માળ 150’ રિંગ રોડ સહીત તમામ જગ્યાએ નમૂના લેવામાં આવ્યા છે.