ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનાં આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 5 વર્ષમાં પરણીતોમાં છુટા છેડા લેવાના પ્રમાણમાં 35 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક સમસ્યાઓ વધતી જાય છે. ખાસ કરીને નવી જનરેશનમાં લગ્ન નહી કરવાનું વલણ વધતું જાય છે. યુવક-યુવતીઓ મોટા થઇ જાય છે પરંતુ લગ્ન અંગે વિચાર કરવાનું કે માતા પિતાને પ્રતિક્રિયા આપવાનું ટાળે છે. સોશિયલ મીડિયામાં આને લઇને ખૂબ ચર્ચા ચાલે છે. આજના ડિજિટલ યુગમાં અનેક પરિવર્તન આવ્યા છે જેમાં સામાજિક માળખામાં પણ ધરખમ ફેરફારો થયા છે. આજનું યુવાધન કોઇ પણ પ્રકારની રોક ટોક વગરનું બિંદાસ જીવન જીવવા ઇચ્છે છે. નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફિસ યૂથ ઇન ઇન્ડિયા 2022ના રિપોર્ટ અનુસાર 23 ટકા યુવાઓ લગ્ન કરવા ઇચ્છુક ન હતા. યુવાઓ પહેલા પોતાની કારર્કિદીને મહત્વની ગણે છે. લગ્નના લીધે ખૂબ મહેનત કરીને ઉભી કરેલી કારર્કિદી રોળાઇ જવાની ચિંતા સતાવે છે. લગ્નને પોતાની સફળતા માટે અવરોધ રુપ સમજવા લાગ્યા છે. ફાયનાન્સિયલ સ્ટેબિલિટી પર ખૂબ ભાર મુકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે એક સમય હતો કે દંપતિઓ મેળ મિલાપ ના હોયતો પણ આજીવન સાથે રહેતા હતા. સંતાનો માટે પણ પોતાનું લગ્ન જીવન ટકાવી રાખતા. આજના યુગમાં છુટા છેડા અને લગ્ન વિચ્છેદ વધી રહયા હોવાથી યુવક કે યુવતીઓ યોગ્ય પાત્રની રાહ જોવામાં ખૂબ સમય પસાર કરે છે. યોગ્ય પાત્ર ના મળે તો કુંવારા રહેવાનું વલણ ધરાવે છે પરંતુ લગ્ન જીવનમાં કોઇ દુખદ ક્ષણોની કલ્પના કરતા ડરે છે. માતા પિતા પણ આધુનિક વિચારધારામાં ઢળીને સંતાનની જીદને પુરી કરવાનું વલણ પસંદ કરે છે.
- Advertisement -
23 % યુવાઓ લગ્ન કરવા ઇચ્છુક નથી ! (નેશનલ સ્ટેટેસ્ટિકસ ઓફિસ યૂથ ઇન ઇન્ડિયા 2022નો રિપોર્ટ)
આજના યુગમાં છુટા છેડા અને લગ્ન વિચ્છેદ વધી રહયા હોવાથી યુવક કે યુવતીઓ યોગ્ય પાત્રની રાહ જોવામાં ખૂબ સમય પસાર કરે છે
નવી જનરેશનમાં લગ્ન નહીં કરવાનું વલણ વધતું જાય છે