ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર શહેર આમ આદમીના પ્રમુખ સહિત 35થી વધુ હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો.વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. પક્ષોમાં નવાજૂનીના એંધાણ થતા આવ્યા છે.વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાયા બાદ પોતાના મત વિસ્તાર અને વિસાવદર વિધાનસભાના વિસાવદર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વિકાસ યાત્રાથી પ્રેરાયને આમ આદમી પાર્ટીનું વિસર્જન કરી ભારતીય જનતા પાર્ટી સાથે જિલ્લા કાર્યાલય ખાતે અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાના હસ્તે કેસરિયો ખેસ પહેરી વિધિવત વિકાસયાત્રામાં જોડાયા હતા.
વિસાવદર આપનાં પ્રમુખ સહિત 35 ભાજપમાં જોડાયા



