ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 34મી પુણ્યતિથિ ગુરુવારે ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં સવારે સમાધી પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમથી પટેલ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 34મી પુણ્યતિથિ હાલના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં પૂજ્ય પટેલ બાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવાય છે આગામી તા.14 અને ગુરૂવારના રોજ પૂજ્ય પટેલ બાપુની સમાધિનું પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રીના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતના કલાકારોમાં અલ્પાબેન પટેલ પરસોતમ પુરી અને હિતેશભાઈ અંટાળા દ્વારા સંતવાણીની રમઝટ બોલાવશે તો ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ પાઠવાયું છે.