ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના (ઉઅઢ-ગછકખ)2022-23 અંતર્ગત સખી મંડળની બહેનોને સી.સી. લોન દ્વારા આર્થિક પ્રવૃતિ કરી ગરીબીમાંથી આગળ આવે તે હેતુથી કેશ ક્રેડિટ લોન કેમ્પમાં 240 સખીમંડળોને કુલ રૂપિયા 361 લાખ રકમની સી.સી. લોન મંજૂર કરવામાં આવી હતી તેમજ 223 સખીમંડળોને 344 લાખ રકમની સી.સી. લોન ધિરાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત 14 જેટલા સ્વસહાય જૂથોને ટોકન સ્વરૂપે ચેક તેમજ મંજૂરીપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પંચાયત કચેરી ખાતે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે મહિલાઓ સ્વબળે આગળ વધે,પુરુષ સમોવડી બની પરિવારમાં આર્થિક સમૃદ્ધિ લાવે તેવા ગુજરાત સરકારે પ્રયત્નો
કર્યા છે. આ ઉપરાંત ગુજરાત સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારની બહેનોને સ્વરોજગારી પુરી પાડી ગરીબીમાંથી બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું હોવાનું સામાજિક ન્યાય સમિતિના ચેરમેને જણાવ્યું હતું.