જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ : 1 તાલુકામાં 100 ટકા, 4 તાલુકામાં 90 ટકા કરતા વધુ વરસાદ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસુ ખુબ જ સારુ રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ સારો વરસાદ પડી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં 34.54 ટકા વરસાદ પડ્યો હતો.તેની સામે ચાલુ વર્ષે 91.64 ટકા વરસાદ થઇ ગયો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.
- Advertisement -
ચોમાસાનાં પ્રારંભથી વરસાદ સારો પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત પણે વરસાદ થયો છે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. દિવસમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 34.54 ટકા વરસાદ થયો હતો.જિલ્લામાં સરેરાશ 12.84 ઇંચ વરસાદ થયો હતો.
તેની સામે ચાલુ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં 91.64 ટકા વરસાદ પડી ગયો છે અને જિલ્લામાં સરેરાશ 35.08 ઇંચ વરસાદ પડી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 38.28 ઇંચ થવો જોઇએ. તેની સામે 35.08 ઇંચ પડી ગયો છે. સિઝનનો 100 ટકા વરસાદથી સરેરાશ માત્ર 3 ઇંચ દુર છે. જૂનાગઢ જિલ્લાનાં માણાવદરમાં 118 ટકા વરસાદ પડી ગયો છે.
જે ટકાવારીની દ્રષ્ટીએ સૌથી વધુ છે. આ ઉપરાંત મેંદરડામાં 91.65 ટકા,માંગરોળમાં 94.03 ટકા, વંથલીમાં 96.40 ટકા અને વિસાવદરમાં 95.04 ટકા વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં થયો છે.
ગીર સોમનાથ જિલ્લમાં 103 ટકા વરસાદ થયો
ગીર સોમનાથ જિલ્લામાં 15 ઓગસ્ટ સુધીમાં સિઝનનો સરેરાશ 103 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં થયો છે. સુત્રાપાડામાં 180 ટકા વરસાદ થયો છે. સુત્રાપાડામાં સિઝનનો 60.28 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. આ ઉપરાંત કોડીનાર તાલુકામાં સિઝનનો 117.41 ટકા વરસાદ પડી ગયો છે.