હવામાં બંધ થયું એર ઇન્ડિયાના પ્લેનનું એન્જિન, બીજા એન્જિનની મદદથી દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ
સિવિલ એવિએશન મંત્રાલયે એર ઈન્ડિયા પાસેથી રિપોર્ટ માગ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટનું 40 મિનિટમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, અઈં887 ફ્લાઈટનું એક એન્જિન ટેક-ઓફ પછી બંધ થઈ ગયું હતું. તેમાં ઓઈલ પ્રેશર ઝીરો થઈ ગયું હતું. જેના કારણે તેને દિલ્હી એરપોર્ટ પાછું ફરવું પડ્યું.
પ્લેને સવારે 6:10 વાગ્યે અઈં 887 તરીકે મુંબઈ માટે ઉડાન ભરી હતી અને 6.52 વાગ્યે તે પાછું આવી ગયું. જોકે, 2 એન્જિનવાળા પ્લેન એક એન્જિન દ્વારા પણ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે છે. તેથી તેને તરત જ પાછું બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાની ફ્લાઈટ અઈં-887ની ઘટના પર કાર્યવાહી કરી છે, જેમાં ટેક-ઓફના તરત જ પછી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મંત્રાલયે એર ઈન્ડિયા પાસેથી એક વિગતવાર રિપોર્ટ માંગી છે. સાથે જ ઉૠઈઅને સંપૂર્ણ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મંત્રાલયે એરલાઈનને મુસાફરોને શક્ય તમામ મદદ આપવા અને તેમને આગામી ફ્લાઈટ્સમાં એડજસ્ટ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
ન્યૂઝ એજન્સી ઙઝઈંએ ઉૠઈઅ સાથે સંકળાયેલા સૂત્રોના આધારે જણાવ્યું છે કે વિમાને હવામાં જ યુ-ટર્ન લીધો કારણ કે ટેક-ઓફ પછી ફ્લેપ રિટ્રેક્શન દરમિયાન ફ્લાઇટના ક્રૂએ જમણા એન્જિનમાં ઓઇલ પ્રેશર ઓછું જોયું. સૂત્રએ એમ પણ જણાવ્યું કે પાછલા રેકોર્ડની સમીક્ષા પણ કરવામાં આવી હતી, પરંતુ તેમાં તેલના વપરાશમાં કોઈ અસામાન્ય બાબત સામે આવી નથી.
ઓઇલ પ્રેશર ઝીરો થવું ખતરનાક, પરંતુ બચાવ શક્ય
- Advertisement -
પ્લેનના એન્જિનમાં ઓઇલ પ્રેશર ઝીરો થવું તકનીકી રીતે ખૂબ જ ગંભીર સ્થિતિ માનવામાં આવે છે, પરંતુ તેનો અર્થ હંમેશા તરત ક્રેશ થતો નથી. ઓઇલનું દબાણ ખતમ થતાં એન્જિનના ફરતા ભાગો સુધી લુબ્રિકેશન પહોંચી શકતું નથી. આ ખૂબ જ ગંભીર સ્થિતિ હોય છે, પરંતુ નિયંત્રણમાં રહે છે. ઓઇલ પ્રેશર ઝીરો હોવા છતાં પણ જો ઉડાન ચાલુ રાખવામાં આવે તો એન્જિન થોડી જ મિનિટોમાં ઓવરહીટ થઈ શકે છે. જો વધુ સમય સુધી ચલાવવામાં આવે તો એન્જિન ફેઈલ થઈ શકે છે. પરંતુ આજકાલ પ્લેન એક એન્જિન પર પણ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે છે. આવી સ્થિતિમાં પાયલટ એન્જિન પાવર ઓછો કરી દે છે અથવા બંધ કરી દે છે અને નજીકના એરપોર્ટ પર લેન્ડિંગ કરી લે છે.



