ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં ધર્મ કાંટા સામે જાહેરમાં એક ટ્રક અને આઇસર ટેમ્પોની ડીઝલ ટાંકીઓમાથી ચાર અજાણ્યા શખ્સોએ 330 લીટર ડીઝલ ની ચોરી કરી લઇ જઈ નાસી ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ કચ્છ જિલ્લાના મુંદ્રા રાસાપીપા સર્કલ આરોહી લોજીટીક ટ્રાન્સપોર્ટમા રહેતા કરના રામ ધરમા રામ સાંઈ (ઉ.વ.31) એ આરોપી ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે એક કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઇસમો ફરીયાદી ની ટ્રેઇલર તથા સાથી દેવસંગ ભાઇના આઇસર ટેમ્પોની ડિઝલની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબાઓમાં ડિઝલ ભરી આશરે ડીઝલ લીટર-330 કિ.રૂ. 29,700/- ના મુદામાલની ચોરી કરી નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના મકનસર ગામ નજીક ટ્રક અને આઇશરમાંથી 330 લિટર ડીઝલની ચોરી



