અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથમાં ટોર્નેડોનો કહેર: ટેનેસી, આરકાન્સાસ, ઇલિનોઇસ, ઇન્ડિયાનામાં કહેર
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ત્રાટકેલા હિંસક તોફાનમાં મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. ટેનેસીના મેકેનેરી કાઉન્ટીમાં 2 મૃત્યુ નોંધાયા છે. આ પહેલા શનિવારે 7 લોકોના મોતના સમાચાર હતા. તોફાનના કારણે અનેક મકાનો પર વૃક્ષો પડી ગયા છે અને અનેક ઈમારતોને નુકસાન થયું છે. સાથે જ 6 લાખ ઘરોમાં વીજળી ગુલ છે.
વિનાશકારી તોફાનો અને ટોર્નેડો સામે લડી રહેલા અમેરિકામાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે. અમેરિકન સાઉથ અને મિડવેસ્ટર્ન વિસ્તારોમાં આ હિંસક તોફાનથી મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ ટોર્નેડોએ 11 રાજ્યોમાં ભારે વિનાશ સર્જ્યો છે. મેમ્ફિસ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શનિવારે મેમ્ફિસ અને ટેનેસીમાં વાવાઝોડાના જોરદાર પવનને કારણે ઘણા ઘરો પર વૃક્ષો પડી ગયા હતા. તેમના પડ્યા પછી બે બાળકો સહિત 3 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. સાથે જ હિંસક તોફાનને કારણે 8 કરોડ લોકોના જીવનને અસર થઈ હતી.
સ્થાનિક મીડિયા અનુસાર, અધિકારીઓએ જણાવ્યું છે કે મેકનેરી કાઉન્ટી ટેનેસીમાં બે મૃત્યુ નોંધાયા છે. આ પહેલા શનિવારે સાત લોકોના મોતના સમાચાર હતા. ટેનેસી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે રવિવારે તોફાનથી વધુ ત્રણ મૃત્યુની જાણ કરી છે. જો કે આ વિભાગ તરફથી વધુ માહિતી મળી શકી નથી.
- Advertisement -
સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે વાવાઝોડું તેમના ઘર નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પોતાનો જીવ બચાવવા માટે લોકો બાથરૂમમાં છુપાઈ ગયા હતા. વાવાઝોડું જ્યાં જ્યાંથી પસાર થયું ત્યાં તમામ જગ્યાઓ પર વિનાશ વેરી દીધો અને અનેક વૃક્ષ ધરાશાય થઈ ગયા જેના કારણે રસ્તા પર અવર જવર પણ અટકી ગઈ છે. તો બીજી તરફ કેટલાય લોકોના ઘરના બારી-બારણા તૂટી ગયા છે. અરકાનસાસમાં 3 હજાર જેટલી ઈમારતોને નુકસાન થયું છે. તો 35 હજાર જેટલા લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને તોફાનના કારણે થયેલા આ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ’અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમે અમારા પ્રિયજનોને ગુમાવવા બદલ દિલગીર છીએ. અમે જાણીએ છીએ કે આ સમયે મૃતકોના પરિવારો શું પસાર થઈ રહ્યા હશે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ દેશના ઘણા વિસ્તારોને મુખ્ય આપત્તિ ઝોન તરીકે જાહેર
કર્યા હતા.