ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
શહેરના રાયજીબાગમાં રહેતાઅને અક્ષર જવેલર્સ નામની સોનાની દુકાન ધરાવતા સુનિલ ધિરજલાલ રાજપરાએ એ-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેમના મેનેજરે 1282.07 ગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 91 લાખ થાય છે તેની છેતરપીંડી કરી છે. બાદમાં ડિવયોસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શનમાં એ-ડીવીઝન પીઆઇ વી.જે.સાવજ, પીએસઆઇ ઓ.આઇ.સીદી અને તેની ટીમે તપાસ હાથધરી હતી.
- Advertisement -
દરમિયાન હ્મુમન અને ટેકનિકલ સોર્સથી તપાસકરી આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓમાં મયુર ઉર્ફે મીલન નાનજીભાઇ વાઘેલા (મંગલધામ), કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ દિપસિંહ નકુમ, અને ભૌમિક મહિપતસિંહ પરમાર વાળાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 31,81,753ના મુદ્દામાલની રિકવરી કરી આગળની તપાસ હાથ ધરી છે.