કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો આક્ષેપ CMની વિધાનસભામાં તપાસ કરીશું, ગુજરાતમાં 62 લાખ મતદારની ચોરી પકડાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગત 7 ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદારયાદીમાં થયેલી ગેરરીતિ પર 22 પેજનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યાર બાદ દેશભરમાં વોટ ચોરીને મુદ્દો બનાવ્યો છે. આ જ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી સીટનો ડેટા રજૂ કર્યો હતો. જેમાં તેમણે 30,000 નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો. તેમજ કહ્યું કે-આગામી સમયમાં મુખ્યમંત્રીના મતવિસ્તારની પણ તપાસ કરવામાં આવશે. જો આખા ગુજરાતની તપાસ કરીએ તો 62 લાખ મતદારની ચોરી પકડાશે. તેમણે કહ્યું હતું કે અમે ગુજરાતની મતદારયાદીની ચકાસી હતી, જેમાં ખૂબ ખામી સામે આવી છે. એક વ્યક્તિ અનેક વોટ નાખે છે, જેના કારણે પરિણામ બદલાઈ જાય છે. લોકશાહીને ખતમ કરવા ચોરને ખુલ્લા પાડીએ છીએ. નવસારી લોકસભા બેઠકની મતદારયાદી તપાસી હતી. અનેક બૂથોના દાખલા જોવા મળ્યા છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને દેશના કેબિનેટ મંત્રીના લોકસભામાંથી ચોરી પકડાઈ છે. આખા ગુજરાતમાં આવું ષડયંત્ર ચાલે છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ભાજપના છે. પ્રદેશ પ્રમુખની લોકસભામાં જ ખોટા મતદારો નીકળ્યા છે. જો 100 ટકા મતદારયાદી તપાસ કરીએ તો 75000થી વધુ મતદારો ખોટા નીકળી શકે છે. રેકોર્ડબ્રેક મતથી જીતવા પાછળ કારણ આ વોટચોરી નહિ હોયને એવો પ્રશ્ર્ન થાય છે. નવસારી લોકસભામાં જો ચોર્યાસી વિધાનસભામાં જો આટલી ચોરી પકડાય અને જો આ મુજબ ગણતરી કરીએ તો ગુજરાતમાં 5.06 કરોડ મતદારો છે. ગુજરાતમાં 62 લાખ મતદારની ચોરી પકડાશે એવું 100 ટકા કહી શકે છે. સીઆર પાટીલ રેકોર્ડબ્રેકની વાહવાહી મેળવે છે. તેમના લોકસભામાં મોટા મોટા નેતાઓ છે. 62 લાખ મતદારની ચોરી થઈ રહી છે. જો લોકશાહી બચાવવી હોય તો એને ખુલ્લું પાડવાની જવાબદારી આપણા ગુજરાતીઓની છે. આપણા સૌની જવાબદારી છે. આ મતદારોના અધિકારોને છીનવવામાં આવી રહ્યો છે, જેની લડાઈ છે.
આ 5 પદ્ધતિથી વોટચોરી થાય છે
પાંચ પદ્ધતિથી વોટચોરી થાય છે, જેમાં સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર, સ્પેલિંગ ભૂલ, એક જ વ્યક્તિના અલગ અલગ ઊઙઈંઈ કાર્ડ નંબર, ભાષા બદલી દેવામાં આવે અને સરનામા બદલી દેવામાં આવે છે. સંપૂર્ણ ડુપ્લિકેટ વ્યક્તિ, એટલે કે એ જ વ્યક્તિ હોય અને વોટ બે આપે છે. આખી મતદારયાદી મારી પાસે છે, જેમાં ઇલેક્શન કમિશનરની વેબસાઇટ પર છે.
આવતીકાલે વોટ અધિકાર જનસભા કરીશું
આવતીકાલે 31 ઓગસ્ટે વોટ અધિકાર જનસભાનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતના દરેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. આવતીકાલથી ગુજરાતના એક-એક ઘર સુધી જવાની શરૂઆત કરી વોટચોરોને ખુલ્લા પાડીશું. 2027ની ચૂંટણી સુધીમાં અમે વોટચોરીને લઈને ખોટા મતદારોને ખુલ્લા પાડીશું.
- Advertisement -