અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા : 16મી જૂનથી યાત્રાળુઓની પ્રથમ ટુકડી રવાના થવાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના કાળના બે વર્ષ બાદ મુસ્લીમોની પવિત્ર હજયાત્રા ચાલુ વર્ષે યોજાવાની છે ત્યારે ગુજરાતમાંથી 3000 મુસ્લીમ બિરાદરો હજયાત્રા માટે જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 16મી જૂનથી ફલાઈટ સેવા શરુ થવાના સંકેત છે.
- Advertisement -
બે વર્ષ પછી શરુ થનારી હજયાત્રા માટે સાઉદી અરેબિયાની સરકારે મર્યાદા મૂકી છે એટલે કોરોના કાળ પૂર્વેના સ્તર કરતા ગુજરાતના હજયાત્રીઓની સંખ્યા ઓછી હશે છતાં અંદાજીત 3000 મુસ્લીમોને લાભ મળી શકે છે.