ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમવા મજબૂર કરી દેનાર રાહુલ મહેતાની ‘ખાસ-ખબર’ સાથે વાતચીત
14 વર્ષની ઉંમરથી જ ગાવાનું શરૂ કર્યું, હાલ સહિયર ગૃપમાં ગરબાના તાલે ખેલૈયાઓને ડોલાવી રહ્યા છે
- Advertisement -
રાહુલ મહેતાની ‘ખાસ-ખબર’ સાથે ખાસ વાતચિત
રાજકોટમાં સૌથી મોટા ગણાતા નવરાત્રિ રાસોત્સવ સહિયર ગૃપમાં પોતાની ગાયિકી દ્વારા ખેલૈયાઓને ડોલાવનાર રાહુલ મહેતાએ સાડા ચાર વર્ષ સુધી સાઉન્ડના ગોડાઉનમાં મજૂર તરીકે કામ કર્યું હતું જ્યારે આજે તેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે. રાહુલ મહેતાએ લાઈફમાં ખૂબ જ સ્ટ્રગલ કરી આજે આ મુકામ હાંસલ કર્યો છે. રાહુલ મહેતાએ ખાસ ખબરને પોતાની અંગત વાતો જણાવી હતી. છેલ્લા 3 વર્ષથી ન્યુ સહિયર તથા સાત વર્ષથી સહિયરમાં લોકોને ઝૂમાવી રહ્યા છે. રાહુલ મહેતાના અંગત જીવનની વાતો કરીએ તો મુળ તાલાળા ગીરના રહેવાસી તેઓ છેલ્લા 30 વર્ષથી સિંગીંગ વ્યવસાય સાથે જોડાયેલા છે. રાહુલ મહેતાએ જણાવ્યું કે, મારી સ્ટ્રગલ લાઈફમાં પિતાનો મહત્વનો ફાળો રહ્યો છે. વર્ષ 1997થી 2012 સુધી સતત 15 વર્ષ છઈઈમાં ગરબા ગાયા છે. હનુમાન દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા રાહુલ મહેતા દર શનિવારે સારંગપુર દર્શન માટે જાય છે. અને હનુમાન દાદાને શીશ ઝૂકાવે છે. રાહુલ મહેતા કનકેશ્વરી માતાજીના ઉપાસક છે. તેઓએ પોતાના જીવનની પ્રથમ કમાણી કનકેશ્વરી માતાજીના ચરણોમાં અર્પણ કરી હતી. સૌ પ્રથમવાર ઓપન સૌરાષ્ટ્ર કોમ્પિટીશનમાં ગાવાનો મોકો મળ્યો હતો. માત્ર 14 વર્ષથી ઉંમરથી જ ગાવાનું શરૂ કરી દીધું હતું. સરળ જીવન વીતાવવામાં માનતા રાહુલ મહેતાની અંતિમ શ્વાસ સુધી ગરબાના તાલે ખેલૈયાઓને ઝૂમાવવાની ઈચ્છા છે રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, આજે જે કાંઈ છુ તે મારા ચાહકોના લીધે છું અને તેને જ મારા ભગવાન માનું છું. નવરાત્રિમાં 31 દિવસ માતાજીના ગરબા ગાઈ ઉપાસના કરે છે.
તાલાળા ગીરનાં રાહુલ મહેતાએ પ્રથમ કમાણી કનકેશ્વરી માતાજીના ચરણોમાં અર્પણ કરી
- Advertisement -
રાહુલ મહેતાએ આશરે 9 જેટલા દેશોમાં સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે. અમેરિકામાં એક વખત ગાયક કલાકાર સોનુ નિગમને એક હિંદી સોંગ ખીલતે હૈ ગુલ યહાં ગીત સંભળાવ્યુ હતું જેનાથી તેઓ ખુશ થયા હતા. અને રાજકોટમાં જ્યારે આઈપીએલનું ખંઢેરીમાં આયોજન થયું ત્યારે રવિન્દ્ર જાડેજાની સિક્સરમાં મે ગાયેલું ગુજરાતી ગીત વાગ્યું હતું. મારા જીવનમાં મારા ધર્મપત્નીએ જીવનના ઉતાર ચડાવમાં મને સાથ આપ્યો છે. છઈઈમાં જ્યારે ગીતો ગાતા ત્યારે ખેલૈયા તરીકે તેઓ રમવા આવતા અને ત્યાંથી જ પ્રેમ થયો અને પરિવારની સહમતીથી લગ્ન કર્યા.
‘ખાસ-ખબર’ને પરિવાર માનતા રાહુલ મહેતા
ગાયક રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, ખાસ ખબરને ન્યૂઝ પેપર નહીં પરંતુ પરિવાર માનું છું. ખાસ ખબરની કલમનો હું મોટો ચાહક છું. ખાસ ખબર પરિવાર દ્વારા મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. ખાસ ખબર ટીમનો હું દિલથી આભારી છું.
લતાજીને મળ્યો એ મારા જીવનની યાદગાર ક્ષણ
સિંગીંગ જગતના ભગવાન મનાતા લતાજીને જ્યારે હું મળ્યો તે મારા જીવનની યાદગાર ક્ષણ હતી. આ સિવાય નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી ત્યારે તેના કાર્યક્રમમાં પણ ગાવાની તક મળી હતી.
‘ખાસ-ખબર વેલકમ નવરાત્રિ’માં રાહુલ મહેતા ખેલૈયાઓને ડોલાવશે
ખાસ ખબર વેલકમ નવરાત્રિ 2022નું સહિયર ગ્રાઉન્ડ રેસકોર્સમાં વન-ડે રાસ-ગરબાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વર્સેટાઈલ સિંગર રાહુલ મહેતા, ઉર્વી પુરોહિત અને તેજસ શીશાંગીયા પોતાની ગાયક કલાના કામણ પાથરી ખેલૈયાઓને ગરબે ઝૂમવા માટે મજબૂર કરી દેશે.
હું માત્ર સંસ્કૃતિને ઉજાગર કરતા જ ગીતો ગાઉં છું
રાહુલ મહેતાએ ખાસ-ખબર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, મે મારા જીવનમાં સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા ગીતો જ હંમેશા ગાયા છે. છેલ્લા 27 વર્ષથી જ ગરબા જ ગાઉં છું.