સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 30 જેટલા રાજકોટવાસીઓની પરિવાર સાથે વતન વાપસી
મેયર ડો. પ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે પુષ્પગુચ્છ આપી કર્યું સ્વાગત
- Advertisement -
રાજકોટ બસપોર્ટ પર આવી પહોંચતા આત્મજનોના મિલાપથી ભાવનાત્મક દૃશ્યો સર્જાયા
પૃથ્વીનો છેડો ઘર, સામાન્ય સંજોગોમાં વ્યક્તિ વતન આવે ત્યારે ખુશી તો થવાની જ, પરંતુ જયારે જીવના જોખમે પરત ફરે ત્યારે તેનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોઈ છે, જાન હૈ તો જહાન હૈ, અમે સૌ બધું જ છોડીને વતન પરત ફરીઆ છીએ અને આટલી ખુશી અમને જીવનમાં પહેલી વાર થઈ હોવાનું નવજીવન મળવાની ભાવના સાથે આજે સુદાનથી રાજકોટ પહોંચતા 30 જેટલા રાજકોટવાસી પરિવારજનોને થઈ છે.
રાજકોટના 30 જેટલા લોકો તેમના પરિવાર સાથે આજરોજ રાજકોટ બસપોર્ટ ખાતે આવી પહોંચતા ઢોલ નગારાના તાલ વચ્ચે મેયર ડો. પ્રદીપ ડવ તેમજ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે તેઓનું હાર પહેરવી, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરતા ખુબ ખુશીની લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
- Advertisement -
સુદાનથી પરત ફરતા યાત્રીઓની આ તકે હેમખેમ વતન પરત ફરતા તેમના આપ્તજનો વચ્ચે મિલાપ સાથે ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતાં. વિપુલચંદ્ર મહેતા તેમના પરિવારના પાંચ વ્યક્તિઓ સાથે સુખરૂપ પહોંચતા જણાવ્યું હતું કે, અમને વિદેશ મંત્રાલય દ્વારા સુંદર વ્યવસ્થા કરી આપી, પોર્ટ પર ફૂડ પેકેટ્સ, પાસપોર્ટ સહીત અમારા પરિવારને ડિપોર્ટ કરવામાં તમામ મદદ કરી હતી .